અમદાવાદ શહેરમાં 600 કરોડના વિકાસ કાર્યો લોકાર્પિત કરવાની તૈયારી

અમદાવાદ શહેરમાં અજીતમીલ ફ્લાય ઓવર, સીમ્સ હોસ્પિટલ પાસેનો બ્રિજ ખુલ્લો મુકવામાં આવશે. તેમજ આ મહિનાના અંતમા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2021 | 1:44 PM

અમદાવાદ(Ahmedabad)શહેરને ટૂંક જ સમયના 600 કરોડના વિકાસ કાર્યોની(Development Works)ભેટ મળશે. જેમાં રાજય સરકારે કોર્પોરેશનને યાદી તૈયાર કરવા માટે સૂચના આપી છે. જેમાં બિલ્ડીંગ પ્રોજેક્ટના 37 કરોડના કાર્યો, બ્રિજ પ્રોજેક્ટના(Bridge Project)109 કરોડના કામો, વોટર પ્રોજેક્ટના 200.95 કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવશે.

આ ઉપરાંત અમદાવાદ શહેરમાં અજીતમીલ ફ્લાય ઓવર, સીમ્સ હોસ્પિટલ પાસેનો બ્રિજ ખુલ્લો મુકવામાં આવશે. તેમજ આ મહિનાના અંતમા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

અમદાવાદ શહેર ઝડપથી વિકસી રહ્યું છે. તેમજ લોકોની વસ્તી વધવાની સાથે વાહનોની સંખ્યા પણ વધી રહી છે. જેના લીધે શહેરમાં ટ્રાફિકના પ્રશ્નો વધી રહ્યા છે. તેથી નવા બ્રિજના નિર્માણથી ટ્રાફિક સમસ્યા હળવી બનશે અને તેની સાથે જે લોકોના પરિવહનને સેવાને પણ ફાયદો થશે.

આ ઉપરાંત શહેરમાં વધી રહેલી વસ્તી અને ઉમેરાયેલા નવા વિસ્તારના લીધે પાણીની સમસ્યા પણ વ્યાપક બની છે. જેના લીધે નવા વિસ્તારોમાં પણ વોટર નેટવર્ક સહિતના કામો કરવાની પણ જરૂરિયાત છે.જેના લીધે લોકોને સરળતાથી પીવાનું પાણી ઉપલબ્ધ થાય અને ગ્રાઉન્ડ વોટરના સ્તર જળવાય રહે. તેમજ લોકોને પીવાનું શુધ્ધ પાણી મળતા પાણી જન્ય રોગચાળાથી પણ બચી શકાય છે. કોર્પોરેશમાં નવા ઉમેરાયેલા વિસ્તારોમાં વોટર નેટવર્ક કામ જરૂરી છે.

આ પણ વાંચો : એએમસીએ કોમર્શિયલ યુનિટોના કર્મચારીઓના વેક્સિન સ્ટેટ્સની તપાસ શરૂ કરી

આ પણ વાંચો : દેશભરમાં હજુ વધારે સસ્તુ થશે પેટ્રોલ અને ડીઝલ! ભાવમાં ભારે ઘટાડાની આશા, જાણો સમગ્ર વિગત

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">