અમદાવાદ શહેરમાં દર વર્ષે આટલા કિલોમીટર રોડ પર કરાય છે ખોદકામ

અમદાવાદ શહેરમાં નામાંકિત કંપનીઓને જ વર્ષે 1000 કિ.મી. ખોદકામની મંજુરી માંગે છે.જેમાં રિલાયન્સ, અદાણી, ટોરેન્ટ, એરટેલ જેવી કંપનીઓનું ખોદકામ સતત ચાલતું જ રહે છે.

અમદાવાદ(Ahmedabad)શહેરમાં કરવામાં આવતા ખોદકામને(Digs up )લઈને ચોંકાવનારો સર્વે સામે આવ્યો છે. જેમાં શહેરમાં 60 ટકાથી વધુ રોડ પર ખોદકામ બારેમાસ ચાલતું રહે છે. જેમાં અમદાવાદમાં કુલ 2580 કિ.મી. રોડનું નેટવર્ક છે. તેમાંથી શહેરમાં 1550 કિમીના રોડ પર દર વર્ષે ખોદકામ કરાય છે.

જેમાં નામાંકિત કંપનીઓને જ વર્ષે 1000 કિ.મી. ખોદકામની મંજુરી માંગે છે.જેમાં રિલાયન્સ, અદાણી, ટોરેન્ટ, એરટેલ જેવી કંપનીઓનું ખોદકામ સતત ચાલતું જ રહે છે. તેમજ 300 કિ.મી. રોડ દર વર્ષે તુટે છે. જયારે 250 કિ.મી. રોડ STP નેટવર્ક માટે ખોદાય છે. તેમજ દર વર્ષે 225 કિ.મી. નવા રોડનું રીસરફેસિંગ કરાય છે

રોડની આ સ્થિતિ વિશે વિપક્ષે અનેકવાર સત્તા પક્ષનું ધ્યાન દોર્યું, કાન ખેચ્યા જેથી કરીને લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી ઓછી પડે પરંતુ વિરોધ પક્ષનું તો કામ જ વિરોધ કરવાનું છે એમ સમજીને કોઈ ગંભીરતા દાખવાતી નથી.વિપક્ષનું માનવું છે કે આ કોર્પોરેશનની ઘોર બેદરકારીનું જ પરિણામ છે..

એટલે હવે જ્યારે રોડ પર તમને નીકળો અને રોડ તૂટેલા દેખાય, ખોદકામ ચાલતું દેખાય તો  નવાઈ પામવાની જરૂર નથી. કેમકે શહેરના 60 ટકા રોડ પર આ રીતે ખોદકામ ચાલતું જ રહેશે અને પાલિકાના દાવા પ્રમાણે આ બધું લોકોની સુખાકારી માટે જ કરવામાં આવી રહ્યું છે એટલે એ તો સહન કર્યે જ છુટકો.

આ પણ વાંચો :  ગુજરાતમાં પોલીસ ગ્રેડ પે મુદ્દે મડાગાંઠ યથાવત, ગૃહ રાજય મંત્રી અને પોલીસ પરિવાર વચ્ચે બેઠક યોજાઇ

આ પણ વાંચો :Surat : મેયરની વિઝીટ બાદ વેસુ આવાસના લાભાર્થીઓને ઝડપથી ઘર મળે તેવી આશા, લાભાર્થીઓએ માન્યો TV9 નો આભાર 

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati