અમદાવાદ વીડિયો: હાઈકોર્ટના આદેશ બાદ AMCનું આકરુ વલણ, લાયસન્સ વિનાના ઢોરને શહેર બહાર ખસેડાશે
કોર્પોરેશને ઘડેલી નીતિ મુજબ હવે લાયસન્સ વિનાના ઢોરને શહેરની હદ બહાર ખસેડવા પડશે. બે દિવસમાં લાઇસન્સ વિનાના ઢોરને શહેરની હદ બહાર ખસેડવા માટે પશુ માલિકોને આદેશ કરાયો છે. એટલું જ નહીં જો પશુ માલિકો બે દિવસમાં ઢોરને શહેર બહાર નહીં ખસેડે તો ઢોરને ડબ્બે પુરવામાં આવશે.
જો હવે અમદાવાદ શહેરમાં પશુ માલિકો બે દિવસમાં ઢોર રાખવાનું લાઈસન્સ નહીં લે તો કાર્યવાહી થશે. લાયસન્સ વિનાના ઢોરને શહેરની હદ બહાર ખસેડવા પડશે. શહેરના રસ્તા પર રખડતા ઢોરના ત્રાસને અંકુશમાં લેવા માટે કોર્પોરેશને મહત્વનો નિર્ણય લીધો છે. હાઈકોર્ટની ફટકાર બાદ અમદાવાદ કોર્પોરેશને ઘડેલી નીતિમાં કેટલો સુધારો કર્યો છે.
કોર્પોરેશને ઘડેલી નીતિ મુજબ હવે લાયસન્સ વિનાના ઢોરને શહેરની હદ બહાર ખસેડવા પડશે. બે દિવસમાં લાઈસન્સ વિનાના ઢોરને શહેરની હદ બહાર ખસેડવા માટે પશુ માલિકોને આદેશ કરાયો છે. એટલું જ નહીં જો પશુ માલિકો બે દિવસમાં ઢોરને શહેર બહાર નહીં ખસેડે તો ઢોરને ડબ્બે પુરવામાં આવશે.
આ પણ વાંચો- ગાંધીનગર વીડિયો : કલોલ નગરપાલિકામાં ચેરમેન પસંદગીનો વિવાદ વધુ વકર્યો, ભાજપના કુલ 12 કોર્પોરેટર્સના રાજીનામા
કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટી 8 કલાક ઢોર પકડવાની કામગીરી કરશે. આ ઢોર પકડવાની કામગીરી સમયે જો કોઈ પશુ માલિક અડચણરૂપ બનશે તો તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે. એટલું જ નહીં જાહેર માર્ગ પર ઘાસચારાના વેચાણ અને પશુઓને ખવડ઼ાવવા પર પ્રતિબંધ મુકાયો છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
