અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં ભરશિયાળે પડશે કમોસમી વરસાદ
અંબાલાલ પટેલની આગાહી મુજબ સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં લો-પ્રેસર સક્રિય થતાં ચક્રવાતની પણ શક્યતા છે. જેની વધુ અસર કર્ણાટક અને તામિલનાડુમાં જોવા મળશે. જો કે, માવઠું છતાં આ વર્ષે કોલ્ડવેવની કોઈ શક્યતા નથી.
ઠંડી ધીમે ધીમે જોર પકડી રહી છે, પરંતુ આ ઠંડીના વાતાવરણમાં ફરી છત્રી અને રેઈનકોટ કાઢવા પડે, તેવી પરિસ્થિતિ ઉભી થઈ શકે છે. ભરશિયાળે વરસાદ થવાની આગાહી કરાઈ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે. એક તરફ રાજ્યમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થયો છે. તો 5 જાન્યુઆરીથી વાતાવરણમાં પલટાની શક્યતા છે.