Ambaji માં મેળાને લઈ ભક્તોમાં ભારે ઉત્સાહ, પ્રથમ દિવસે દોઢ લાખથી વધુ ભક્તો ઉમટયા

અંબાજીમાં(Ambaji ) ભાદરવી પૂનમના મેળાના(Bhadravi Poonam Fair) પ્રથમ દિવસે શક્તિપીઠ અંબાજીમાં દોઢ લાખથી વધુ ભક્તોએ માતાજીનો દર્શનનો લાભ લીધો..બે વર્ષ બાદ મેળો યોજાતો હોવાથી મંદિરનું પરિસર પદયાત્રીઓથી ઉભરાયું છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2022 | 8:06 PM

અંબાજીમાં(Ambaji ) ભાદરવી પૂનમના મેળાના(Bhadravi Poonam Fair) પ્રથમ દિવસે શક્તિપીઠ અંબાજીમાં દોઢ લાખથી વધુ ભક્તોએ માતાજીનો દર્શનનો લાભ લીધો..બે વર્ષ બાદ મેળો યોજાતો હોવાથી મંદિરનું પરિસર પદયાત્રીઓથી ઉભરાયું છે..અને મેળાને લઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કેટલાક ભક્તો પોતાની બાધા પૂરી કરવા દંડવત કરતા કો કોઈ ધજા લઈ અંબાજી મંદિરે પહોંચી રહ્યા છે..બીજી તરફ મેળાનો બીજો દિવસ હોવાથી અંબાજીના માર્ગો જય અંબેના નાદથી ગુંજી ઉઠયા હતા.

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની શાનદાર શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આજે મેળાના બીજા દિવસે દૂર દૂરથી માઇભક્તો ચાલતા માતાજીના દર્શનાર્થે આવે છે. મા અંબાના ભક્તો તડકો, છાંયડો, થાક લાવ્યા સિવાય ભક્તિના રસ્તે અંબાજી તરફ આગળ વધી રહ્યા છે..માતાજીમાં અડગ શ્રદ્ધા ધરાવતા પદયાત્રીઓ ગુજરાત સહિત દેશભરમાંથી અંબાજી આવે છે. આ પદયાત્રીઓ સાથે પગપાળા સંઘ પણ મોટી સંખ્યામાં આવતા હોવાથી અરવલ્લીની ગિરીમાળાઓ જય અંબેના નાદથી ગુંજી ઉઠી છે.

કેટલાક ભક્તો બાધાને પૂર્ણ કરવા માટે કઠિન પદયાત્રા કરીને અંબાજી જાય છે અને પોતાની બાધા પૂર્ણ કરે છે..બીજી તરફ ગુજરાતભરમાંથી આવતા લાખો પદયાત્રાળુ માટે દાતા અંબાજી માર્ગ પર સેવા કેમ્પનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સેવા કેમ્પમાં ચા-નાસ્તો, મેડિકલ સેવા કેમ્પ, માલિશ કેમ્પ , આરામ વ્યવસ્થા તેમજ રાત્રિ રોકાણ માટેની અદ્યતન વ્યવસ્થાઓ કરવાામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે, કોરોના કાળના બે વર્ષ બાદ મેળો યોજાતા ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">