Devbhumi Dwarka Video : શરદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણનું ‘ગ્રહણ’ ! દ્વારકા સહિત રાજ્યના અનેક મંદિરોમાં દર્શનના સમયમાં ફેરફાર

Devbhumi Dwarka Video : શરદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણનું ‘ગ્રહણ’ ! દ્વારકા સહિત રાજ્યના અનેક મંદિરોમાં દર્શનના સમયમાં ફેરફાર

| Edited By: | Updated on: Oct 27, 2023 | 8:54 AM

શરદ પૂનમના દિવસે રાજ્યના વિવિધ મંદિરોમાં દર્શનને ગ્રહણ લાગ્યું છે. 28 ઓક્ટોબરે શરદ પૂનમના દિવસે જ ચંદ્રગ્રહણ હોવાથી વિવિધ મંદિરોમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી, દ્વારકા અને સોમનાથ મહાદેવ મંદિરમાં બપોર બાદ ભક્તો દર્શન નહીં કરી શકે. 28 ઓક્ટોબરે શરદ પૂનમના દિવસે જ ચંદ્રગ્રહણ હોવાથી અંબાજી અને દ્વારકામાં દર્શન બંધ રાખવામાં આવશે.

Dwarka Video : શરદ પૂનમના દિવસે રાજ્યના વિવિધ મંદિરોમાં દર્શનને ગ્રહણ લાગ્યું છે. 28 ઓક્ટોબરે શરદ પૂનમના દિવસે જ ચંદ્રગ્રહણ હોવાથી વિવિધ મંદિરોમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી, દ્વારકા અને સોમનાથ મહાદેવ મંદિરમાં બપોર બાદ ભક્તો દર્શન નહીં કરી શકે. 28 ઓક્ટોબરે શરદ પૂનમના દિવસે જ ચંદ્રગ્રહણ હોવાથી અંબાજી અને દ્વારકામાં દર્શન બંધ રાખવામાં આવશે.

આ પણ વાંચો : Devbhumi Dwarka Video : ખંભાળિયામાં રખડતા ઢોર પકડતી ટીમ ગાયોને બેરહમીપૂર્વક ચડાવતાનો વીડિયો આવ્યો સામે, પશુ પ્રેમીઓમાં રોષ

અંબાજીમાં 28 ઓક્ટોબરે બપોર બાદ મંદિર સંપૂર્ણ બંધ રાખવામાં આવશે.એટલું જ નહીં અંબાજીમાં માતાજીને દૂધપૌઆનો ભોગ આજે એટલે કે  27 ઓક્ટોબરે ધરાવાશે.જ્યારે ચંદ્રગ્રહણના દિવસે બપોરે 2થી 2.30 કલાકે સાયં આરતી કરવામાં આવશે.તો દ્વારકાધીશ મંદિરમાં પણ 27 ઓક્ટોબરે રાસોત્સવ યોજાશે.જ્યારે સોમનાથ મહાદેવ મંદિરમાં વિવિધ પૂજા બંધ રખાશે.સોમનાથ મહાદેવ મંદિરમાં સાયં આરતી બંધ રહેશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો