સુરત શહેરના તમામ કાપડ માર્કેટ 5 મે સુધી બંધ

ગુજરાત સરકારે કરેલ જાહેરાત મુજબ જ સુરતના તમામ કાપડ માર્ટે બંધ રાખવાની જાહેરાત કાપડ માર્કેટના ( textile market ) સંગઠન ફોસ્ટાએ કરી છે. 

  • Bipin Prajapati
  • Published On - 9:10 AM, 28 Apr 2021

ગુજરાતમાં સુનામીની માફફ ચોમેર ફેલાયેલા કોરોનાના સંક્રમણને ઓછુ કરવા માટે હવે વેપારી એસોસિએશનો પણ સામે આવી રહ્યાં છે. સુરતમાં આવેલા તમામ કાપડ માર્કેટ ( textile market ) આગામી 5મી મે સુધી સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય ફોસ્ટાએ કર્યો છે.

ગુજરાત સરકારે ગઈકાલે વર્તમાન વીસ ઉપરાંત વધુ 9 શહેરોમાં રાત્રી કરફ્યુ લાદવાની જાહેરાતની સાથે સાથે જ કેટલાક પ્રતિબંધો પણ જાહેર કર્યા હતા. જેને એક પ્રકારના  આંશિક લોકડાઉન કહી શકાય તે પ્રકારે માર્કેટ બંધ રાખવાનું જાહેર કર્યુ હતું. ગુજરાત સરકારે કરેલ જાહેરાત મુજબ જ સુરતના તમામ કાપડ માર્ટે બંધ રાખવાની જાહેરાત કાપડ માર્કેટના સંગઠન ફોસ્ટાએ કરી છે.

ફોસ્ટાની જાહેરાત મુજબ જ સુરતમાં આવેલ તમામ કાપડના મારકેટ, દુકાનો, આગામી 5  મે સુધી એટલે કે આઠ દિવસ સુધી બંધ રહેશે. આ ઉપરાંત સુરત શહેરમાં આવેલ વિવિધ મોલ, શોપિંગ કોમ્પલેક્ષ,  બજાર, સિનેમા હોલ, ઓડિટોરિમય, જીમ, સ્વીમિંગ પુલ, વોટરપાર્ક, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પાર્કની પ્રવૃત્તિઓ બંધ રહેશે.

ગુજરાતમાં સતત આઠ દિવસ સુધી વિવિધ મોલ, શોપિંગ કોમ્પલેક્ષ,  બજાર, સિનેમા હોલ, ઓડિટોરિમય, જીમ, સ્વીમિંગ પુલ, વોટરપાર્ક, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ બંધ રાખવાના કારણે, કોરોનાનુ સંક્રમણ ઘટશે. અને હોસ્પિટલો ઉપરનું ભારણ પણ ઓછુ થશે.