સાબરમતી નદીમાં જંગલી વેલ અને લીલનું સામ્રાજ્ય છવાયું, નદીકાંઠાની આસપાસ રોગચાળાનો ખતરો

ચારે તરફ જંગલી વેલ અને લીલનું સામ્રાજ્ય છવાઈ જતા સાબરમતી નદી ફરી એક વાર પ્રદુષણનો પર્યાય બની છે.

AHMEDABAD : અમદાવાદની સાબરમતી નદીના પટમાં ચારે તરફ જંગલી વેલ અને લીલનું સામ્રાજ્ય છવાયું છે. પહેલી નજરે જોતા સાબરતમી નદીનું પાણી જાણે ઘાસનું લીલુંછમ મેદાન લાગી રહી છે.સુભાષબ્રિજ નજીક રેલવે ઓવરબ્રિજ પાસે અડધો કિલોમીટર સુધીના પટ્ટામાં લીલથી ભારે દુર્ગંધ આવે છે.આ લીલથી મચ્છર, જીવાતનો ઉપદ્રવ વધ્યો છે, જેથી નદીકાંઠાની આસપાસ રહેતા લોકો પર રોગચાળાનો ખતરો છવાયો છે.

આ અંગે અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે કહ્યું કે નદીની સફાઈ કામગીરી મશીનરીથી ચાલી રહી છે, જે દિવાળી પહેલા પૂર્ણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે મહાનગરપાલિકા સફાઈના અથાગ પ્રયત્નો કરી રહ્યું છે અને તહેવારોમાં ક્યાય પણ સફાઈમાં કમી ન રહે આ માટે સફાઈકર્મીઓ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે.

ચારે તરફ જંગલી વેલ અને લીલનું સામ્રાજ્ય છવાઈ જતા સાબરમતી નદી ફરી એક વાર પ્રદુષણનો પર્યાય બની છે. સુભાષબ્રીજ રેલ્વે ઓવરબ્રીજથી લઈને શાહીબાગ ડફનાળા સુધીમાં અડધો કિલોમીટર વિસ્તારમાં જંગલી વેલની લીલી ચાદર પથરાઈ ગઈ છે. સાબરમતી નદીના બ્યુટીફીકેશન અને સ્વચ્છતા પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, આમ છતાં મહાનગરપાલિકાની બેદારકારી દ્વારા ફરી લીલ જામી જાય છે.

આ પણ વાંચો : હું જન્મે જૈન છું પણ મુખ્યમંત્રી સ્વભાવે જૈન છે: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ CM ભૂપેન્દ્ર પટેલના કર્યા વખાણ

આ પણ વાંચો : ભાવનગરમાં નળમાં પીવાના પાણીની સાથે માછલીઓ પણ નીકળી આવી, જુઓ વિડીયો

Click on your DTH Provider to Add TV9 Gujarati