Ahmedabad : કાલુપુર રેલ્વે સ્ટેશન જવાના રોડ પર ભૂવો પડતાં લોકો પરેશાન, સ્થાનિકોની ઝડપી સમારકામની માંગ

કાલુપુર રેલ્વે સ્ટેશન જવાના રોડ પાસે પડેલા ભૂવાએ શહેરીજનોની હાલાકીમાં વધારો કર્યો છે. સમગ્ર દિવસ જ્યાં લોકોની વધારે અવર-જવર હોય છે ત્યાં ભૂવો પડતા એમ્બ્યુલન્સ સહિતના વાહનોને ટ્રાફિકનો સામનો કરવો પડે છે.

Darshal Raval
| Edited By: | Updated on: Jul 24, 2021 | 3:35 PM

અમદાવાદ(Ahmedabad ) શહેરમાં લોકો ખાડા અને ભૂવાથી ત્રાસી ગયા છે. તેવામાં કાલુપુર(Kalupur)  રેલ્વે સ્ટેશન જવાના રોડ પાસે પડેલા ભૂવાએ શહેરીજનોની હાલાકીમાં વધારો કર્યો છે. સમગ્ર દિવસ જ્યાં લોકોની વધારે અવર-જવર હોય છે ત્યાં ભૂવો પડતા એમ્બ્યુલન્સ સહિતના વાહનોને ટ્રાફિકનો સામનો કરવો પડે છે. કોર્પોરેશનની ધીમી ગતિએ ચાલતા કામથી સ્થાનિક વેપારીઓ પણ કંટાળી ગયા છે.

કાલુપુર રેલવે સ્ટેશનથી ચોખા બજાર તરફ જવાના વનવે પર બે અઠવાડિયા પહેલા ભૂવો પડ્યો હતો. ત્યારબાદ કોર્પોરેશન તંત્ર કામ શરૂ કરીને અધુરૂ મૂકી દેતા લોકોની મુશ્કેલી વધી ગઈ છે. સ્થાનિકોએ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી છે.

કાલુપુર વિસ્તારમાં કાલુપુર રેલવે સ્ટેશનથી કાલુપુર બ્રિજ તરફ જતા રસ્તા પર બે સપ્તાહ પહેલા રસ્તા પર તિરાડ પડી નાનો ભુવો પડ્યો. જે ભુવો બહારથી નાનો પણ અંદર બહુ મોટો હતો. જેની જાણ થતાં amc એ કામગીરી હાથ ધરી. પણ બે સપ્તાહ થવા છતાં સંપૂર્ણ કામગીરી હજુ પૂર્ણ નથી થઈ. જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે પણ સાથે જ સ્થાનિક વેપારીના વેપાર ધંધા પર પણ તેની અસર પડી છે. કેમ કે ભુવાએ અડધો રસ્તો કોર્ડન કરી લેતા ટ્રાફિક જામ સર્જાય છે.

જેથી વાહન ચાલકોને હાલાકી પડે છે તો ટ્રાફિક પોલીસ દુકાનમાં આવતા ગ્રહકોના વાહનો પાર્ક નથી કરવા દેતી તરવા વેપારીઓના આક્ષેપ છે. જેના કારણે વેપાર ધંધા પર અસર પડી હોવાનો વેપારી આક્ષેપ કરી રહ્યા છે. જેથી સ્થાનિક વેપારીઓએ વરસાદ પહેલા ભુવાની સમસ્યા દૂર કરવા માંગ કરી છે. જેના કારણે ચોમાસા દરમિયાન લોકોને વધુ હાલાકી ન પડે.

મહત્વનું છે કે આ પહેલા પૂર્વ વિસ્તારમાં હાટકેશ્વર. ખોખરા અને સિટીએમ સહિતના વિસ્તાર માં 20 જેટલા ભુવા પડ્યા છે. જ્યાં કામગીરી તો શરૂ થઈ જેમાં કેટલાક કામ પૂર્ણ થયા તો કેટલાક મંથર ગતિએ ચાલી રહ્યા છે. તો કેટલાક સ્થળે એક જ સ્થળ પર ભૂવાઓ પડી રહ્યા છે. જેના કારણે સ્થાનિકોમાં તંત્રની કામગીરીને લઈને નારાજગી છે.

તો પશ્ચિમ વિસ્તારમાં રાણીપ. જુહાપુરા. સહિત વિસ્તારમાં ભુવા પડવાની સમસ્યા સામે આવી ચૂકી છે. જે ભૂવાઓ જમીનમાં પાણી લીકેજના કારણે પડતા હોય છે. જે એ બાબત સ્પષ્ટ કરે છે કે ક્યાંક અયોગ્ય કામગીરીને લઈને શહેરમાં ભૂવાઓ પડી રહ્યા છે જે કામગીરી સુધારવાની જરૂર છે. જેથી શહેરીજનોની સમસ્યા દૂર કરી શકાય.

આ પણ વાંચો : NASA નું આ ટેલિસ્કોપ સૂર્યમંડળના ‘જુડવા ભાઈ’ પર રાખશે નજર, પૃથ્વીથી 63 પ્રકાશવર્ષ છે દૂર

આ પણ વાંચો : Olympics Gold Medalist: ચીનનાં યાંગ કિયાને એર રાઇફલમાં પ્રથમ ગોલ્ડ જીતીને ઓલિમ્પિકમાં ખાતુ ખોલાવ્યુ 

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">