Ahmedabad: કેજરીવાલને પોતાના ઘરે જમવા લઈ જનાર રિક્ષા ચાલક વિક્રમ દંતાણી છે PM મોદીના સમર્થક, જુઓ વીડિયો

Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં રિક્ષા ચાલક વિક્રમ દંતાણી જોવા મળ્યા. આ એ જ રિક્ષાચાલક છે જેમણે અરવિંદ કેજરીવાલને તેમના ઘરે જમવા માટે આમંત્રણ આપ્યુ હતુ. જો કે વિક્રમ દંતાણી જણાવે છે કે તે પહેલેથી જ ભાજપના સમર્થક છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2022 | 6:59 PM

અમદાવાદ(Ahmedabad)ની મુલાકાતે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ને તેમના ઘરે આમંત્રણ આપીને ભોજન કરાવનાર રિક્ષા ચાલક વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ની સભામાં જોવા મળ્યા. રિક્ષા ચાલક વિક્રમ દંતાણી PM નરેન્દ્ર મોદીની સભામાં કેસરિયા ખેસ અને કેસરી ટોપી પહેરીને પહોંચ્યા હતા. વિક્રમ દંતાણી એ જ વ્યક્તિ છે જેમણે અરવિંદ કેજરીવાલ જ્યારે અમદાવાદની મુલાકાતે હતા ત્યારે તેમણે કેજરીવાલને પોતાના ઘરે જમવાનુ આમંત્રણ આપ્યુ હતુ અને કેજરીવાલે તેમના ઘરે જઈને ભોજન પણ લીધુ હતુ. હવે વિક્રમ દંતાણી ભાજપની સભામાં જોવા મળ્યા હતા.

વર્ષોથી ભાજપને જ મત આપે છે: રિક્ષા ચાલક વિક્રમ દંતાણી

આ દરમિયાન TV9 સાથેની વાતચીતમાં વિક્રમ દંતાણીએ જણાવ્યુ કે તેઓ પહેલેથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માને છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તેઓ ચાહક છે અને વર્ષોથી ભાજપને જ મત આપે છે. વધુમાં તેમણે જણાવ્યુ કે હું તો પહેલાથી જ ભાજપ માટે કામ કરુ છુ. આ તરફ કેજરીવાલને તેમના ઘરે ભોજન માટે આમંત્રણ આપવા પર તેમણે જણાવ્યુ કે રિક્ષા યુનિયનના કહેવાથી એ આમંત્રણ આપ્યુ હતુ અને અતિથિને ઘરે જમાડીએ એમ જમાડ્યા હતા. આ સિવાય એમની સાથે અન્ય કોઈ વાતચીત થઈ નથી.

રિક્ષાવાળાના રેવડી કલ્ચર મુદ્દે  કેજરીવાલ પર પ્રહાર

વિક્રમ દંતાણીએ કેજરીવાલના મફત વીજળી સહિતના વાયદા મુદ્દે પ્રહાર કરતા કહ્યું કે ગુજરાતમાં ‘રેવડી કલ્ચર’ કોઈ પણ કાળે ન ચાલે, તેમણે કહ્યુ વિકાસને પસંદ કરતી ગુજરાત અને દેશની પ્રજાને હાલ તો બધુ ભાજપ જ આપે છે.

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">