Ahmedabad: મચ્છરજન્ય રોગ અટકાવવા AMCની કાર્યવાહી, હેલ્થ મલેરિયા વિભાગ દ્વારા 7 ઝોનમાં કામગીરી

શહેરમાં 274 કન્સ્ટ્રક્શન સાઈટ ચેક કરી તેમાંની 133ને નોટિસ અપાઈ છે. તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 6.32 લાખ દંડ પણ વસુલવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2021 | 8:25 AM

Ahmedabad: મચ્છરજન્ય રોગ અટકાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) કાર્યવાહી હાથ ઘારી છે. મચ્છરોના બ્રિડિંગના કારણે મચ્છરજન્ય રોગચાળો વધતા તંત્ર દ્વારા મહત્વની આ ખાસ ઝુંબેશ ઉપાડવામાં આવી છે. જેમાં AMCના હેલ્થ મલેરિયા વિભાગ (AMC’s health department) દ્વારા 7 ઝોનમાં કામગીરી કરવામાં આવી હતી.

આ કામગીરીને લઈને શહેરમાં 274 કન્સ્ટ્રક્શન સાઈટ ચેક કરી તેમાંની 133ને નોટિસ અપાઈ છે. તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 6.32 લાખ દંડ પણ વસુલવામાં આવ્યો છે. જ્યારે આ કામગીરી અંતર્ગત નિકોલમાં આવેલ પ્રધાનમંત્રી આવાસની બાંધકામ સાઈટની એડમિન ઓફિસ સીલ કરવામાં આવી છે. મચ્છરોના બ્રિડિંગ મળી આવતા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો: Ahmedabad: ફી માફી મુદ્દે વાલીઓ લડી લેવાના મૂડમાં, 50 ટકા ફી માફીની માગ

આ પણ વાંચો:  Ahmedabad: અમદાવાદ RTOમાં કામનું ભારણ વધ્યું, બે શિફ્ટમાં ચાલે છે RTOની કામગીરી

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">