Ahmedabad : બિસ્માર રસ્તાઓને લઈને વિપક્ષનો અનોખો વિરોધ, ખાડાગ્રસ્ત રોડને મેયર અને કમિશનરના નામ આપી લગાવ્યા હોર્ડિંગ્સ

Ahmedabad: શહેરના બિસ્માર રસ્તાઓ મામલે હાઈકોર્ટની ફટકાર બાદ હવે વિપક્ષે પણ સત્તાધારી ભાજપ સામે મોરચો માંડ્યો છે. બિસ્માર રસ્તા મામલે વિપક્ષે અનોખો વિરોધ શરૂ કર્યો છે જેમા રોડ પર પડેલા ખાડાની બાજુમાં હોર્ડિંગ લગાવી મેયર અને મ્યુનિસિપલ કમિશનરના નામથી નામકરણ કરી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2022 | 2:22 PM

અમદાવાદ (Ahmedabad)માં બિસ્માર રસ્તાઓને લઈને વિપક્ષ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. વિપક્ષે(Opposition)  બિસ્માર રસ્તાઓને મેયર માર્ગ અને કમિશનર માર્ગ એવા નામ આપ્યા છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં બિસ્માર માર્ગનું નામકરણ કરવામાં આવ્યા છે. શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં વિપક્ષે હોર્ડિંગ્સ (Hoardings) લગાવ્યા છે. લાંભા, નારોલ વટવા, મણિનગર, ઘોડાસર સહિતના વિસ્તારમાં વિપક્ષે હોર્ડિંગ્સ લગાવ્યા છે. બિસ્માર રસ્તાઓ મામલે વિપક્ષ રસ્તા પર ઉતરી આવી આંદોલન કરી રહ્યો છે.

બિસ્માર રોડને મેયર અને કમિશનરના નામે નામકરણ કરતા હોર્ડિંગ્સ લગાવ્યા

વિપક્ષનો આરોપ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હજારોની સંખ્યામાં શહેરમાં પડેલા ખાડા બુરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે પરંતુ આ માત્ર દાવો છે. રોડની મરમ્મત કે રોડ ખાડા બુરવાની કોઈ કામ઼ગીરી કરાઈ નથી. આથી શહેરભરના તમામ ખાડાગ્રસ્ત વિસ્તારોની બાજુમાં વિપક્ષ હોર્ડિંગ્સ લગાવી તેને મેયરના નામનો માર્ગ અને મ્યુનિસિપલ કમિશનરના નામનો માર્ગ એવુ નામકરણ કરી રહ્યો છે. આ પ્રકારે હોર્ડિંગ્સ લગાવી વિપક્ષ દ્વારા બિસ્માર રસ્તાઓ મુદ્દે અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિપક્ષનો આક્ષેપ છે કે આટલી હદે રસ્તાઓની દયનિય હાલત હોવા છતા સત્તાધારી ભાજપ દ્વારા સબ સલામત હોવાનો દાવો કરાય છે. ભાજપ એવો દાવો કરી રહી છે કે શહેરમાં કોઈપણ જગ્યાએ રોડ તૂટ્યા નથી અને શહેરનાર રસ્તાઓ સલામત છે. આ આક્ષેપ સાથે વિપક્ષ હવે સત્તાધારી ભાજપને જગાડવા આંદોલન કરી રહ્યુ હોવાનો દાવો કરી રહ્યો છે.

ઈનપુટ ક્રેડિટ- જિજ્ઞેશ પટેલ, અમદાવાદ 

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">