Ahmedabad : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગરબામાં ફાફડા-જલેબીની જયાફત માણી, જુઓ Video
Dussehra 2023 : અમદાવાદીઓ દશેરાના દિવસે ફાફડા-જલેબી આરોગવામાં જરા પણ કસર છોડતા નથી. પછી ભલે તે ગમે તેટલા મોટા નેતા કેમ ન હોય, પણ ફાફડા-જલેબી આરોગવાનું તેઓ ચૂકતા નથી.ત્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) પણ અમદાવાદમાં ફાફડા-જલેબી આરોગ્યા હતા.અમદાવાદના રાસ-ગરબાના એક કાર્યક્રમમાં અમિત શાહે ફાફડા-જલેબીની જયાફત માણી હતી.
Ahmedabad : અમદાવાદીઓ દશેરાના (Dussehra 2023) દિવસે ફાફડા-જલેબી આરોગવામાં જરા પણ કસર છોડતા નથી. પછી ભલે તે ગમે તેટલા મોટા નેતા કેમ ન હોય, પણ ફાફડા-જલેબી આરોગવાનું તેઓ ચૂકતા નથી.ત્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) પણ અમદાવાદમાં ફાફડા-જલેબી આરોગ્યા હતા.અમદાવાદના રાસ-ગરબાના એક કાર્યક્રમમાં અમિત શાહે ફાફડા-જલેબીની જયાફત માણી હતી.
આ પણ વાંચો- Ahmedabad : બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજાની ધામધૂમથી ઉજવણી, જુઓ Photos
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. સોમવારે રાત્રે અમિત શાહે અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કર્યુ હતુ.જે પછી અમદાવાદમાં 2 સ્થળે ગરબા આયોજનમાં તેમણે હાજરી આપી હતી. જે પૈકી સોમવારે એટલે કે ગત રાત્રે તેમણે માંડવી રાસલીલા ગરબા મહોત્સવમાં હાજરી આપી હતી. જ્યાં તેમણે ખેલૈયાઓ અને કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. સાથે જ નાસ્તામાં ફાફડા-જલેબીની જયાફત માણી હતી. તેમણે ખૂબ હળવા મૂળમાં લોકો સાથે મુલાકાત કરી હતી.
