અમદાવાદમાં ઓવર સ્પીડીંગ કરતાં વાહન ચાલકોની હવે ખેર નહિ, ટ્રાફિક પોલીસે શરૂ કરી ડ્રાઇવ

અમદાવાદ શહેરમાં 6 સ્થળે ઇન્ટરસેપ્ટર વાહનો રાખી ઓવર સ્પીડ વાહનો સામે આજથી કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઇન્ટરસેપ્ટર વાહન સાથે હાઇવે પેટ્રોલિંગ અને ટાસ્કફોર્સના વાહનો પણ સાથે રહેશે

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Dec 26, 2021 | 7:14 PM

અમદાવાદમાં(Ahmedabad)  ઓવર સ્પીડ(Over Speed) વાહન ચલાવતા લોકોની હવે ખેર નહીં. ઓવર સ્પીડમાં વાહનો ચલાવતા લોકો સામે ટ્રાફિક વિભાગ(Traffic Police) એક્શનમાં છે. તેમજ ઓવર સ્પીડને કંટ્રોલ કરવા વસાવેલ ઇન્ટરસેપ્ટર વાહનોને જગ્યા ફાળવવામાં આવી છે. જે શહેરના 6 સ્થળો પર નજર રાખશે.

શહેરમાં 6 સ્થળે ઇન્ટરસેપ્ટર વાહનો રાખી ઓવર સ્પીડ વાહનો સામે આજથી કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઇન્ટરસેપ્ટર વાહન સાથે હાઇવે પેટ્રોલિંગ અને ટાસ્કફોર્સના વાહનો પણ સાથે રહેશે. તો કયા કયા 6 માર્ગ પર પોલીસની ચાંપતી નજર રહેશે તે આપને જણાવી દઈએ.

અમદાવાદ ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ કેશવબાગ ત્રણ રસ્તાથી માનસી સર્કલ થઈ જજીસ બંગલા ચાર રસ્તાથી સીધા સિંધુભવનના સમગ્ર જતા-આવતા માર્ગ પર રહેશે નજર. તો સરદાર પટેલ બાવલા ચાર રસ્તાથી સીધા વિજય ચાર રસ્તાથી પાંજરાપોળ ચાર રસ્તા થઈ જમણી બાજુ વળી અંધજન મંડળ ચાર રસ્તાથી વસ્ત્રાપુર તળાવ અને એસ.જી.હાઇવે સુધીના માર્ગ પર રહેશે નજર.

તો નહેરુનગર સર્કલથી સીધા શિવરંજની બ્રીજ નીચે થઇ ઇસ્કોન ચાર રસ્તા સુધીના સમગ્ર જતા-આવતા માર્ગ પર ઈન્ટરસેપ્ટર વાહનો તેમજ પેટ્રોલિંગ અને ટાસ્ક ફોર્સ રહેશે. સમગ્ર એસ.જી.હાઇવે પર પકવાન ચાર રસ્તાથી લઈ આનંદનગર તરફ જતા – આવતા માર્ગ પર ઓવર સ્પીડમાં વાહનો ચલાવતા હોવાની અગાઉ ફરીયાદો મળી હતી જેની સામે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

પૂર્વ વિસ્તારમાં આવતાં મેમકો ચાર રસ્તાથી સીધા બાપુનગર અને અમરાઇવાડી ખોખરા સર્કલ સુધીનો માર્ગ તથા પુર્વ વિસ્તારનો સમગ્ર એસ.પી. રીંગ રોડ અને નરોડા પાટીયાથી નારોલ સર્કલ સુધીના સમગ્ર જતા-આવતા માર્ગ પર મોડી રાતે ઓવર સ્પીડ ડ્રાઇવિંગ તથા ‘ધુમ સ્ટાઇલ’ માં બાઇક રેસીંગ કરી સ્ટંન્ટ કરતા ચાલકોની ફરીયાદો મળી હતી. જ્યાં હવે પોલીસની ચાંપતી નજર રહેશે.

આ પણ વાંચો : AHMEDABAD : એરપોર્ટ ઓથોરિટીએ મુસાફરોના વાહનોનો વેઇટિંગ ચાર્જ રદ્દ કર્યો, એન્ટ્રી ટિકિટ બૂથ હટાવી લેવામાં આવ્યાં

આ પણ વાંચો : AHMEDABAD : કોરોનાના કેસોમાં થઇ રહેલા વધારા વચ્ચે કાઈટ ફેસ્ટિવલ અને ફ્લાવર-શોનું આયોજન

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati