Ahmedabad : ટ્રાફિક પોલીસ બની હાઇટેક, હવે નિયમ ભંગ કરનારા વાહન ચાલક પાસેથી ઓનલાઈન વસુલાશે દંડ

હવે નિયમભંગ કરનાર વાહનચાલક પાસે જો રોકડા નહીં હોય તો, ટ્રાફિક પોલીસ POS મશીન, QR કોડ, ભીમ એપથી વાહન ચાલકોને દંડ ભરવા માટે કહેશે.

Mihir Soni
| Edited By: | Updated on: Jul 30, 2021 | 5:50 PM

અમદાવાદ(Ahmedabad)ટ્રાફિક પોલીસ હવે હાઇટેક બની છે. જેમાં ટ્રાફિક(Traffic)દંડની વસૂલાત વખતે વાહનચાલકો પૈસા નથી તેવું બહાનું નહીં આપી શકે. કારણ કે હવે નિયમભંગ કરનાર વાહનચાલક પાસે જો રોકડા નહીં હોય તો, ટ્રાફિક પોલીસ POS મશીન, QR કોડ, ભીમ એપથી વાહન ચાલકોને દંડ ભરવા માટે કહેશે. જેમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનરના હસ્તે શુકવારથી અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમના ભંગ માટે ડિજિટલ પેમેન્ટની સિસ્ટમ દાખલ કરવામાં આવી છે. જેમાં 150 POS મશીન પોલીસ કમિશનરના હસ્તે ટ્રાફિક પોલીસકર્મીઓને આપવામાં આવ્યા હતા.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ હવે ડિઝીટલ યુગ તરફ આગળ વધી રહી છે. પહેલા ટ્રાફિકના નિયમનો ભંગ કરનારને સીસીટીવી થી મેમો મોકલવાની શરૂઆત કરવામાં આવી અને હવે પીઓએસ મશીન દ્વારા સ્થળ પર ટ્રાફિક નિયમભંગ કર્યો તો ત્યા જ દંડ વસુલશે. લોકો જે બહાના કરતા હતા કે રોકડા રૂપિયા નથી.જે આ ખોટા બહાના નહિ ચાલે કારણે ટ્રાફિક પોલીસ પાસે 150 પીઓએસ મશાીન આવી ગયા છે.

જેના થકી જો નિયમનો ભંગ કર્યો અને ભંગ કરનાર પાસે રોકડા રૂપિયા ન હોય તો તે તેના ડેબિટ કે ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કરીને દંડ ભરવો પડશે અને ગુગલ પે,ભીમ એપ જેવા એપ્લિકેશન મારફતે દંડ ભરી શકશે.ત્યા જ તેને પીઓએસ મશીનમાથી દંડની સ્લિપ પણ આપી દેવાશે એટલે હવે અમદાવાદની જનતાના ટ્રાફિક ભંગને લઈ કોઈજ બહાને બાજી નહિ ચાલે.

હવે અમદાવાદ ટ્રાફિક પોલીસ 150 પીઓએસ મશીનથી અગાઉનો બાકી દંડ પણ લેશે.સાથે જ સ્થળ પર નિયમનો ભંગ કરશે તો દંડ ઉઘરાવશે.જેમા હાલ માસ્કનો દંડ સિગ્નલ ભંગ, હેલમેટ ન પહેર્યુ હોય તે તમામ દંડ વસુલાશે.પીઓએસ મશીનથી ટ્રાફિક ભંગ કરનારા ફોટા પણ પાડી શકય છે.

જો દંડ ભરવામાં આનાકાની કરે તો ફોટો પાડી ઇ મેમો પણ જનરેટ કરવામાં આવી શકે છે.ઉલ્લેખનીય છે કે શહેર પોલીસ કમિશનર હસ્તે pos મશીન પોલીસકર્મી આપવામાં આવ્યા છે.જેમાં એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું કે ટ્રાફિક જંકશન ઉપર ટ્રાફિકનો ભંગ કરનારા વાહન ચાલકો સાથે ટ્રાફિક પોલીસે કેવી રીતે વર્તન કરવું અને શિસ્તનું પાલન કરવું જેવી અલગ ચર્ચાઓ કરવામાં આવી હતી.

છેલ્લા એક વર્ષમાં શહેરીજનોએ 5 કરોડ કરતા વધારે દંડ મોબાઇલ એપ થકી ભર્યો છે એટલે એ વાત સામે આવે છે કે લોકોએ પણ ડિઝીટલ માધ્યમોને સ્વીકારી રહ્યા છે. ત્યારે pos મશીનથી પોલીસ દંડ પણ ઉઘરાવવાનુ શરૂ કરી દીધું છે.જેથી હવે લોકોએ ચેતી જવાની જરુર છે અને ટ્રાફિક પાલન કરવું જરુરી બન્યુ છે.

આ પણ વાંચો : Bhakti : કન્યા ‘વિદાય’ સમયે કેમ પાછળ ફેંકે છે ચોખા ? જાણો, રસપ્રદ વિધિ પાછળનો ગૂઢાર્થ

આ પણ વાંચો : Insta માં માત્ર 7 અભિનેત્રીઓને ફોલો કરે છે સલમાન ખાન, જેમાંથી 3 ભૂતપૂર્વ પ્રેમિકા, જાણો કોણ છે લીસ્ટમાં

Follow Us:
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">