Ahmedabad : કોરોનાકાળ બાદ બાળકોમાં અભ્યાસનું સ્તર નીચે આવ્યું, સરકારી શાળામાં વધ્યા એડમિશન, સરવેમાં સામે આવી હકીકત

રાજ્યમાં શાળા, કોલેજ, એનજીઓ જેવા અલગ-અલગ 20 પાર્ટનરની મદદથી સરવે કરવામાં આવ્યો હતો. આ સરવે (Survey) સપ્ટેમ્બરથી નવેમ્બર 2022 દરમ્યાન કરવામાં આવ્યો હતો. જે ગામડામાં સરવે કરવામાં આવ્યો ત્યાંની સરકારી શાળાની ભૌતિક સુવિધા પણ ચકાસવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2023 | 8:28 AM

ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોના ભણતર અંગે ખાનગી સંસ્થા દ્વારા ખાસ સરવે કરવામાં આવ્યો છે. આ સરવેમાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે. કોરોના કાળ દરમ્યાન શાળા કોલેજો બંધ હોવાને કારણે બાળકોમાં અભ્યાસનું સ્તર થોડું નીચું ગયું હોવાનું જોવા મળ્યું હતું. ખાસ કરીને ગ્રામિણ વિસ્તારમાં આ અસર વધારે જોવા મળી હતી.

30 ગામડાઓના 3થી 16 વર્ષના 20,330 બાળકોનો થયો સરવે

આ સરવે ગુજરાતના દરેક જિલ્લાના 30 ગામડાઓ પસંદ કરવામાં આવ્યા હતા અને 30 ગામડાઓ પૈકી દરેક ગામડાના 20 ઘરોમાં જઈને બાળકોના અભ્યાસનો સરવે કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં 3 થી 16 વર્ષના 20,330 બાળકોનો સરવે થયો હતો, જ્યારે 5થી 16 વર્ષના 16,310 બાળકોનો સર્વે કરવામાં આવ્યો હતો.

શાળા, કોલેજ અને એનજીઓના માધ્યમથી થયો સરવે

રાજ્યમાં શાળા, કોલેજ, એનજીઓ જેવા અલગ-અલગ 20 પાર્ટનરની મદદથી સરવે કરવામાં આવ્યો હતો. આ સરવે સપ્ટેમ્બરથી નવેમ્બર 2022 દરમ્યાન કરવામાં આવ્યો હતો. જે ગામડામાં સરવે કરવામાં આવ્યો ત્યાંની સરકારી શાળાની ભૌતિક સુવિધા પણ ચકાસવામાં આવી હતી. મહત્વનું છે કે અન્ય રાજ્યોના સરવે કરતા ગુજરાતની સરકારી શાળાઓ વધુ સુવિધાઓ મળતી હોવાનું પણ સામે આવ્યું છે. સરવેમાં સામે આવ્યું છે કે કોરોના કાળ બાદ સરકારી શાળાઓમાં એડમિશનની સંખ્યા વધી છે. વર્ષ 2018 કરતાં વર્ષ 2022 એટલે કે કોરોના બાદ બાળકોમાં અભ્યાસ લેવલનું સ્તર નીચે આવ્યું છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">