22 જાન્યુઆરીએ શાળાઓ બંધ રાખવાની માંગ, શિક્ષક મંડળે સરકારને કરી રજૂઆત
અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશભરમાં ધાર્મિક માહોલ જામ્યો છે. આ માટે દરેક શહેર અને દરેક ગામમાં ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરેક હિન્દૂ પરિવારો દ્વારા હિસ્સો લઈને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સુંદર આયોજન હાથ ધરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન અમદાવાદ શહેરના શિક્ષકોએ સોમવારે જાહેર રજાની માંગ કરી છે.
દેશભરમાં રામ મંદિરને લઈ રામમય માહોલ સર્જાયો છે. દરેક ગામ અને શહેરમાં રામ મંદિર મહોત્સવને લઈ ધાર્મિક માહોલ જામ્યો છે. આ દરમિયાન હવે અમદાવાદ શહેરના શિક્ષકોએ શાળાઓમાં રજાની માંગણી કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગને પત્ર લખીને રજાની માંગ કરી છે. આ માટે મુખ્યપ્રધાન અને રાજ્યના શિક્ષણ પ્રધાનને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
આ પણ વાંચો: વાઇબ્રન્ટ અને ઉત્તરાયણ પર્વ પૂર્ણ હવે અધિકારીઓની બદલીઓ કયારે થશે? શરુ થઈ ચર્ચા
શાળાઓમાં રજા રાખવાને લઈ શિક્ષક મંડળે બતાવ્યુ છે કે, રજા રાખવાથી વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકો પોતાના પરિવાર સાથે આ શુભ ઘડીનો હિસ્સો બની ઉજવણી કરી શકશે. ધાર્મિક કાર્યક્રમમાં હિસ્સો લઈ શકાશે અને તેમના વિસ્તાર અને ગામના મંદિરોમાં સફાઈ કાર્યક્રમમાં જોડાઈ શકાશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 17, 2024 05:20 PM
