અમદાવાદઃ રોકાણકારોના કરોડો ચાંઉ કરનારા તેજસ શાહને લઈને ચોંકાવનારી હકીકતો, જાણો આરોપીની MO

અમદાવાદઃ રોકાણકારોના કરોડો ચાંઉ કરનારા તેજસ શાહને લઈને ચોંકાવનારી હકીકતો, જાણો આરોપીની MO

| Edited By: | Updated on: Jan 26, 2024 | 7:58 PM

રોકાણકારોને નકલી પાસબુક પધરાવીને છેતરનારા તેજસ પટેલને લઈ એક બાદ એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે. નોંધાયેલી ફરિયાદની તપાસ હાથ ધરાઈ છે. તેજસ શાહે કરોડો રુપિયાની છેતરપિંડી આચરી છે. જેમાં બનાવટી ચેકબુક અને પાસબુક તૈયાર કરીને છેતરપિંડી આચરી હતી. હવે તેની મોડસ ઓપરેન્ડી કેવી હતી એ સામે આવ્યુ છે.

અમદાવાદમાં પોસ્ટમાં રોકાણને લઈ છેતરપિંડી આચરવાની ઘટના સામે આવ્યા બાદ હવે તપાસ શરુ થઈ છે. જેમાં તેની મોડસ ઓપરેન્ડી સામે આવી છે. જેમાં તેજસના કારનામા કેવી રીતે આચરવામાં આવતા હતા એના ખુલાસા થયા છે. જે મુજબ પોસ્ટની પાસબુક અને તેની ચેકબુક જ ખોટી બનાવીને આપતો હતો. તો વળી બેલેન્સ શીટ પણ ખોટી દર્શાવતો.

આ પણ વાંચો: રામ મંદિરની પ્રતિષ્ઠા થતા હિંમતનગરમાં પ્રસાદ વિતરણ, 1 લાખ પરિવારોના ઘરે પહોંચાડાશે

ચેકબુક પર ખોટી સહી કરીને તે પૈસા પણ ઉપાડી લેતો હતો. તેજસ શાહે જે રીતે છેતરપિંડી આચરી છે એ ચોંકાવનારું છે. ખાતેદારોને અપાતી પાસબુકમાં સહી સિક્કા પણ કરવામાં આવતા હતા. બીલકુલ નકલી પાસબુક પોસ્ટ ઓફિસમાંથી મળે એવી જ આપવામાં આવતી હતી. આ ખુલાસાઓને લઈ હવે પોસ્ટ વિભાગના કર્મચારીઓ સામે પણ આક્ષેપ કરવમાં આવી રહ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો