Ahmedabad : નંદી પાણી અને દૂધ પીતા હોવાની અફવાથી શિવાલયોમાં ભારે ભીડ

શિવજીના ભક્તો મોટી સંખ્યામાં શિવ મંદિરોમાં નંદીને દૂધ પીવડાવવા પહોંચ્યા.જો કે નંદી દૂધ ગ્રહણ કરતા હોવાના કોઈ વૈજ્ઞાનિક આધાર-પુરાવા જ નથી. ટીવી નાઈન આવી અફવાહોને સમર્થન નથી આપતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2022 | 11:22 PM

અમદાવાદમાં(Ahmedabad)શિવ મંદિરોમાં(Shivalaya) નંદી દૂધ પીતો(Nandi drinking milk) હોવાની અફવા ફેલાઈ છે. જેના પગલે લોકો મંદિરોમાં નંદીને દૂધ પીવડાવવા પહોંચ્યા હતા. તેમજ અનેક શિવાલયોમાં લોકોની નંદીને પાણી અને દૂધ પીવડાવવા લાંબી કતારો જોવા મળી હતી. જો કે નંદી દૂધ ગ્રહણ કરતો હોવાના કોઈ પુરાવા નથી. તેમજ વર્ષો પહેલા મંદિરોમાં ભગવાન ગણેશ દૂધ પીતા હોવાની અફવા વાયુવેગે પ્રસરતા દેશભરમાં લોકો ગણપતિને દૂધ પીવડાવવા પહોંચ્યા હતા.ત્યારે વર્ષો બાદ ફરી એકવાર આ જ પ્રકારની એક અફવા રાજ્યભરમાં ફેલાઈ છે.અમદાવાદ, રાજકોટ, તાપી સહિત અનેક જગ્યાએ શિવાલયોમાં નંદી પાણી અને દૂધ પીતા હોવાની અફવા વાયુવેગે ફેલાઈ છે.

આ અફવા ફેલાતા શિવજીના ભક્તો મોટી સંખ્યામાં શિવ મંદિરોમાં નંદીને દૂધ પીવડાવવા પહોંચ્યા.જો કે નંદી દૂધ ગ્રહણ કરતા હોવાના કોઈ વૈજ્ઞાનિક આધાર-પુરાવા જ નથી. ટીવી નાઈન આવી અફવાહોને સમર્થન નથી આપતું. ટીવી નાઈન લોકોને આવી અફવાથી દૂર રહેવા અપીલ કરે છે.

નંદી દૂધ ગ્રહણ કરતા હોવાના કોઈ વૈજ્ઞાનિક આધાર-પુરાવા જ નથી.

આ ઉપરાંત દાહોદના શિવાલયોમાં નંદી પાણી અને દૂધ પીતા હોવાની અફવા ફેલાઈ છે. આ અફવા ફેલાતા શિવજીના ભક્તો મોટી સંખ્યામાં શિવ મંદિરોમાં નંદીને દૂધ પીવડાવવા પહોંચ્યા. જો કે નંદી દૂધ ગ્રહણ કરતા હોવાના કોઈ વૈજ્ઞાનિક આધાર-પુરાવા જ નથી. દાહોદ ઉપરાંત તાપીમાં પણ નંદી દૂધ પીતા હોવાની અફવા ફેલાતા શિવમંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ જામી છે. જો કે ટીવી નાઈન આવી અફવાહોને સમર્થન નથી આપતું

કેશાકર્ષણના સિધ્ધાંતના પગલે માટીની પ્રતિમા પ્રવાહી શોષી લેતું હોય છે

ઉલ્લેખનીય છે કે, ઘણી વાર કેશાકર્ષણના સિધ્ધાંતના પગલે માટીની પ્રતિમા પ્રવાહી શોષી લેતું હોય છે. જેના પગલે લોકોને તેના પ્રત્યે અંધશ્રદ્ધા પેદા થાય છે. તેમજ આ બાબત વાયુવેગે પ્રસરતા લોકો આસપાસ ભગવાનની પ્રતિમાને દૂધ કે અન્ય પ્રવાહી પીવડાવવા લાગે છે. જેના લીધે લોકોમાં ઝડપથી આ અંગેની અંધશ્રદ્ધા ફેલાવવા લાગે છે. તેમજ લોકો મોટી સંખ્યા તેનું અનુસરણ કરવા લાગે છે. જો કે આ અંગેનું કોઇ પ્રમાણ હજુ મળ્યું નથી.

આ પણ વાંચો :  ગુજરાતના વાતાવરણમાં આવશે ફરી પલટો, હવામાન વિભાગે કરી આ આગાહી

આ પણ વાંચો : Surat: કાપડની દુકાનમાંથી 2.20 લાખ રૂપિયાની ચોરી કરનાર બે આરોપી પકડાયા, 71 હજારની મત્તા કબજે કરાઈ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">