અમદાવાદના સારંગપુર AMTS બસ ટર્મિનસનો શેડ ધરાશાયી, કોઇ જાનહાનિ નહિ

AMTSના ચેરમેને આ ઘટના મુદ્દે નિવેદન આપતા કહ્યું શેડ જૂનો થઈ ગયો હોવાથી ધરાશાયી થયો છે અનેકોઈ નુકસાન થયુ નથી.

અમદાવાદ (Ahmedabad) શહેરના સારંગપુર (Sarangpur) AMTS બસ ટર્મિનસ પર શેડ ધરાશાયી થયો. જેમાં સવારના સમયે બસ સ્ટેશન પર ભીડ હતી ત્યારે ઘટના બની છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.આ ઘટના મુદ્દે AMTSના ચેરમેને નિવેદન આપતા કહ્યું શેડ જૂનો થઈ ગયો હોવાથી ધરાશાયી થયો છે અનેકોઈ નુકસાન થયુ નથી.

આ ઘટનાથી અન્ય ટર્મિનસ પર શેડની તપાસ કરાશે તેમજ અન્ય ટર્મિનસ પર આવી ઘટના ન બને તેને લઈને કામગીરી કરાશે. અમદાવાદ શહેરમાં સારંગપુર બસ સ્ટેશનનો અચાનક તૂટી પડેલો શેડ એએમટીએસના મેઇનટેન્સ સંભાળતા સ્ટાફની બેદરકારી સૂચએ છે. તેમજ આ એએમટીએસના બસ સ્ટેડનની સલામતીને લઇને અનેક પ્રશ્નો ઉભા કરે છે.

અમદાવાદના એએમટીએસ બસ સ્ટેન્ડનો શેડ ઘરાશાયી થવાની ઘટનાએ શહેરના અન્ય બસ સ્ટેન્ડ અને ટર્મિનશની સલામતીને લઇને પ્રશ્નાર્થ ઉભા કર્યા છે. એએમટીએસ દ્વારા શહેરના મોટા ભાગના વિસ્તારોના બસ સેવા પૂરી પાડવામાં આવે છે. તેમજ અનેક સ્થળોએ નાના મોટા બસ સ્ટોપ અને બસ સ્ટેન્ડ પર મૂકવામાં આવ્યા છે.

જેમાં મુસાફરો બેસીને બસની રાહ જોઇ શકે છે. તેવા સમયે સારંગપુરના બસ ટર્મિનસનો શેડ તૂટવાની ઘટનાએ બસ સ્ટેન્ડની કામગીરી અને દેખરેખ પર અનેક સવાલો ઉભા કર્યા છે. તેમજ બસ સ્ટેન્ડની દેખરેખ માટે એક અલાયદો વિભાગ કાર્યરત છે. જે સમયાંતરે તેની તપાસ કરીને તેની દેખરેખ રાખે છે. જો કે આ ઘટનાના આ વિભાગની બેદરકારી છતી થાય છે.

આ પણ વાંચો : બનાસકાંઠા : નોકરી મેળવવા બેરોજગારોની પડાપડી, ગ્રામ રક્ષક દળની ભરતી માટે ઉમટયાં હજારો યુવાનો

આ પણ વાંચો : ગુજરાતમાં સપ્ટેમ્બરમાં માસમાં આટલા લાખ મોબાઈલ ગ્રાહકો ઘટયા, જાણો વિગતે

  • Follow us on Facebook

Published On - 1:41 pm, Sat, 27 November 21

Click on your DTH Provider to Add TV9 Gujarati