Gujarat ના નવનિયુક્ત સીએમ ભૂપેન્દ્ર પટેલના નિવાસ બહાર લોકોનો જમાવડો, બાલકનીમાંથી અભિવાદન ઝીલ્યું

ગુજરાતના નવનિયુક્ત સીએમ ભૂપેન્દ્ર પટેલ મોડી સાંજે પોતાના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. જ્યાં તેમનું આસપાસના લોકો અને કાર્યકતાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને મળવા માટે નિવાસ સ્થાનની આસપાસ લોકોનો જમાવડો જોવા મળ્યો હતો. જ્યારે ભૂપેન્દ્ર પટેલ તેમના પરિવાર સહિત નિવાસ સ્થાનની બાલકનીમાંથી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. તેમજ લોકો તેમના સીએમ બનવાને લઇને ખુશી […]

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2021 | 11:29 PM

ગુજરાતના નવનિયુક્ત સીએમ ભૂપેન્દ્ર પટેલ મોડી સાંજે પોતાના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. જ્યાં તેમનું આસપાસના લોકો અને કાર્યકતાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને મળવા માટે નિવાસ સ્થાનની આસપાસ લોકોનો જમાવડો જોવા મળ્યો હતો. જ્યારે ભૂપેન્દ્ર પટેલ તેમના પરિવાર સહિત નિવાસ સ્થાનની બાલકનીમાંથી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. તેમજ લોકો તેમના સીએમ બનવાને લઇને ખુશી પણ વ્યક્ત કરી રહ્યા છે.

જો કે આ પૂર્વે ભુપેન્દ્ર પટેલના ઘાટલોડિયા કાર્યાલય ખાતે કાર્યકરોએ ઉજવણી કરી હતી. તેમજ ભુપેન્દ્ર પટેલ ઘાટલોડિયા કાર્યાલય પહોંચ્યા હતા અને હજારોની સંખ્યામાં કાર્યકરો કાર્યાલય પહોંચ્યા હતા. તેમના કાર્યાલય ખાતે આતશબાજી કરીને ઉજવણી કરી હતી. તેમજ ઢોલના તાલે કાર્યકરો નાચ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં કાર્યકરોએ તેમનું સ્વાગત પણ કર્યું હતું.

ભારતીય જનતા પાર્ટી(BJP)વિધાયક દળના નેતા તરીકે નવ નિયુક્ત થયેલા ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ(Bhupendra Patel)રાજભવન ખાતે સોમવારે બપોરે 2. 20 કલાકે સીએમ પદની શપથ લેશે.આ શપથ વિધિમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. આ ઉપરાંત ચાર રાજ્યોના  સીએમ પણ શપથ વિધિમાં હાજર રહેશે. ભૂપેન્દ્ર પટેલે રવિવાર સાંજે રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો કર્યો હતો.

તેમણે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને મળીને રાજ્યમાં તેમના નેતૃત્વની નવી સરકારની રચના માટેનો દાવો કરતો પત્ર સુપ્રત કર્યો હતો.

આ પણ વાંચો : Gujarat ના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ક્ષમતાના આધારે વરણી : સી.આર.પાટીલ

આ પણ વાંચો : PM MODIએ પેરાલિમ્પિક મેડલ વિજેતાઓ સાથે વાતચીતનો વીડિયો શેર કર્યો, કહ્યું ખેલાડીઓનું મનોબળ વધશે

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">