AHMEDABAD : પુરવઠા વિભાગનું ઓનલાઈન સર્વર વારંવાર ઠપ્પ, રેશનકાર્ડ ધારકોને નથી મળી રહ્યું અનાજ

જુલાઈ માસના હવે માત્ર ચાર જ દિવસ બાકી રહ્યા છે ત્યારે સર્વર ઠપ્પ થતા રેશનકાર્ડ ધારકો અને રેશનિંગ સંચાલક વચ્ચે રકઝકના બનાવો બન્યા. તો સર્વર ઠપ્પ હોવાના કારણે અનેક જગ્યાએ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત રહ્યાં.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2021 | 7:13 AM

AHMEDABAD : ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગનું ઓનલાઈન સર્વર વારંવાર ઠપ્પ થઈ રહ્યું છે.એક બાજુ સરકાર ડિજીટલ ઈન્ડીયાની વાત કરે છે તો બીજી બાજુ સરકારી કામોની જ વેબસાઈટોના સર્વર ડાઉન થઈ રહ્યા છે. નાગરિક પુરવઠા વિભાગનું સર્વર ઠપ્પ થતા સવારથી રાજ્યભરમાં રેશનકાર્ડ ધારકો રેશનિંગનો જથ્થો મેળવવાથી વંચિત રહ્યા છે. જુલાઈ માસના હવે માત્ર ચાર જ દિવસ બાકી રહ્યા છે ત્યારે સર્વર ઠપ્પ થતા રેશનકાર્ડ ધારકો અને રેશનિંગ સંચાલક વચ્ચે રકઝકના બનાવો બન્યા. તો સર્વર ઠપ્પ હોવાના કારણે અનેક જગ્યાએ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત રહ્યાં.

આ પણ વાંચો : AHMEDABAD : જગતપુર ક્રોસિંગના ઓવરબ્રિજ માટે પહેલા 25 ટકા રકમ આપવાની તૈયારી, હવે AUDAમાં અન્ય પ્લાન પાસ કરાવવા સિદ્ધી ગ્રુપની મનમાની 

આ પણ વાંચો : AHMEDABAD : પ્રથમવાર જગન્નાથ મંદિરના પરિસરમાં યોજાઈ અમદાવાદ પોલીસની ક્રાઈમ કોન્ફરન્સ 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">