Ahmedabad : શહેરના વેજલપુર, સેટેલાઇટ, શાહીબાગ સહિતના વિસ્તારોમાં વરસાદ

ગુજરાતમાં(Gujarat)  હવામાન વિભાગની(IMD) આગાહી અનુસાર અનેક જિલ્લાઓમાં વરસાદની શરૂઆત થઈ છે. જેમાં અમદાવાદ(Ahmedabad)  શહેરમાં મોડી સાંજે અનેક વિસ્તારોમાં વરસાદ(Monsoon 2022)  પડ્યો છે.

| Updated on: Aug 12, 2022 | 9:41 PM

ગુજરાતમાં(Gujarat)  હવામાન વિભાગની(IMD) આગાહી અનુસાર અનેક જિલ્લાઓમાં વરસાદની શરૂઆત થઈ છે. જેમાં અમદાવાદ(Ahmedabad)  શહેરમાં મોડી સાંજે અનેક વિસ્તારોમાં વરસાદ(Monsoon 2022)  પડ્યો છે. જેમાં અમદાવાદના વેજલપુર, સેટેલાઇટ,જોધપુર, શિવરંજની વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે.

આ દરમ્યાન સાબરકાંઠા જિલ્લામાં શુક્રવારે સવારથી જ દિવસભર વરસાદી માહોલ રહ્યો છે. સાબરકાંઠામાં ઈડર, વિજયનગર અને હિંમતનગર સહિતના વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો છે. સાંજે હિંમતનગરમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ વરસવાને લઈ હિંમતનગર શહેર અને તેની આસપાસના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. જ્યારે અરવલ્લી  જિલ્લામાં ભિલોડમાં સાંજે બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જોકે અરવલ્લીમાં દિવસભર અનેક સ્થળો પર ઝરમર વરસાદ વરસ્યો હતો.

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થતાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના સેવા રહી છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદ પડી શકે છે. તો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.તો સૌરાષ્ટના દરિયા કાંઠા વિસ્તારોમાં અતિભારે વરસાદી આગાહી છે. ભારે વરસાદને પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.તો બીજી તરફ પોર્ટ પર લગાવાયું 3 નંબરનું સિગ્નલ લાગવવામાં આવ્યુ છે.

ખેડાની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 રહેશે.તો દિવસ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. બીજી તરફ મહીસાગરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 રહેશે.તેમજ મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં મહેસાણામાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 રહેશે.જયારે મોરબીમાં પણ ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 રહેશે.જ્યારે દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.તો નર્મદામાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 28 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">