અમદાવાદ : વડાપ્રધાન મોદી ફ્લાવર શોની મુલાકાત બાદ દિલ્હી જવા રવાના
PM મોદી ફ્લાવર શોમાં લગભગ અડધો કલાક સુધી રોકાયા હતા. જે બાદ દિલ્હી જવા રવાના થયા હતા. ઉલ્લેખનીય છે કે, PM મોદી ફ્લાવર શોની મુલાકાતે આવવાના હોવાથી સુરક્ષાને ધ્યાને લઈને ફ્લાવર શોને તાત્કાલિક ખાલી કરાવાયો હતો. આ લોકો આજની ટિકિટ પર આવતીકાલે ફ્લાવર શોની મુલાકાત લઈ શકશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ ગુજરાત સમિટને લઈને ગુજરાતના પ્રવાસે છે, ત્યારે આજે દિલ્હી રવાના થતાં પહેલા વડાપ્રધાને અચાનક તેમના કાર્યક્રમમાં ફેરફાર કર્યો હતો અને અમદાવાદનો ફ્લાવર શો જોવા પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને પગલે ફ્લાવર શોની આસપાસ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
PM મોદી ફ્લાવર શોમાં લગભગ અડધો કલાક સુધી રોકાયા હતા. જે બાદ દિલ્હી જવા રવાના થયા હતા. ઉલ્લેખનીય છે કે, PM મોદી ફ્લાવર શોની મુલાકાતે આવવાના હોવાથી સુરક્ષાને ધ્યાને લઈને ફ્લાવર શોને તાત્કાલિક ખાલી કરાવાયો હતો. આ લોકો આજની ટિકિટ પર આવતીકાલે ફ્લાવર શોની મુલાકાત લઈ શકશે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના ફ્લાવર શોએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. ફ્લાવર શોને ગિનિસ બુકમાં સ્થાન મળ્યું છે. 221 મીટરની લંબાઇ ધરાવતા ફ્લાવર સ્ટ્રક્ચર તરીકે સ્થાન મળતાં ચીનનો રેકોર્ડ અમદાવાદના ફ્લાવર શોએ તોડ્યો છે.
આ પણ વાંચો : અમદાવાદના ફ્લાવર શોએ તોડ્યો ચીનનો રેકોર્ડ, ગિનિસ બુકમાં મળ્યું સ્થાન