અમદાવાદ: સાઈન્સ સિટી વિસ્તારમાં આવેલા સુરામયા સોસાયટીમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી- જુઓ વીડિયો

| Updated on: Jan 22, 2024 | 7:10 PM

અયોધ્યામા આયોજિત ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અમદાવાદમાં વિવિધ સોસાયટી દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. સાયન્સ સિટી વિસ્તારમાં આવેલી સુરામયા બંગલોઝના રહીશો પણ રામભક્તિમાં લીન બન્યા અને રંગેચંગે ઉજવણી કરતા જોવા મળ્યા

અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની દેશભરમાં ઉજવણી કરવામાં આવી. અમદાવાદમાં પણ અનેક સોસાયટી દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન પોતાના પ્રભુ શ્રી રામના વધામણા માટે ભાવિકોમાં ભરપૂર ઉમંગ, ઉત્સાહ અને અલગ જ થનગનાટ જોવા મળ્યો. અમદાવાદમાં સાયન્સ સિટી વિસ્તારમાં આવેલ સુરામયા બંગલોઝના સ્થાનિકોએ પણ ધામધૂમપૂર્વક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરતા જોવા મળ્યા.

ગરબા ગાઈ, ફટાકડા ફોડી ઉજવણી

તમામ સ્થાનિકો નવા પરંપરાગત પરિધાનમાં સજ્જ થઈનવે ગરબાના તાલે જુમતા જોવા મળ્યા. ભગવાનના આગમનને વધાવવા માટે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં નાના મોટા વડીલો સહુ કોઈ સામેલ થયા અને સહુના ચહેરા પર ઉજવણીની અલગ જ રોનક જોવા મળી હતી.

આ પણ વાંચો: અયોધ્યામાં 23 જાન્યુઆરીથી તમામ દર્શનાર્થીઓ માટે ખુલી જશે રામમંદિરના દ્વાર, દિવસમાં ત્રણ વાર થશે ભગવાન રામલલાની આરતી, નોંધી લો દર્શનનો સમય

પોતાના પ્રભુ શ્રી રામ જ્યારે તેમના નીજ મંદિરમાં પરત ફર્યા છે ત્યારે સહુ કોઈ રામભક્તિમાં લીન થયા છે. બાળ સ્વરૂપ રાજા રામનો આજે ગૃહપ્રવેશ થયો છે. સાડા પાંચસો વર્ષ બાદ આ ઘડીના સાક્ષી બનવા માટે દેશવાસીઓ સદ્દભાગી બન્યા છે ત્યારે આ પળે સહુ કોઈને અદમ્ય ઉત્સાહ, ખુશી અને આનંદથી ભરી દીધા હતા. અહીં નાચી રહેલા, ભગવાન શ્રી રામની પ્રતિમાને લઈને આવી રહેલા સહુ કોઈ રામભક્તિમાં લીન થયા છે. નાના બાળકથી લઈને મોટેરાઓ સહુ કોઈ એક જ ગીત ગણગણતા જોવા મળ્યા કે મેરે પ્રભુ શ્રી રામ આયે હે…

રામ મંદિરને લગતા તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો