અમદાવાદ પોલીસે ગૂમ અને ચોરી થયેલ 1.79 કરોડના સામાનને મૂળ માલિકોને પરત કર્યા

અમદાવાદ પોલીસે ગૂમ અને ચોરી થયેલ 1.79 કરોડના સામાનને મૂળ માલિકોને પરત કર્યા

| Edited By: | Updated on: Jan 26, 2024 | 6:49 PM

અમદાવાદ પોલીસે તેરા તુજકો અર્પણ અભિયાન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. અમદાવાદ પોલીસે પોણા બે કરોડ રુપિયા કરતા વધારેના ગૂમ થયેલ મોબાઈલ અને ચોરાયેલ કિંમતી ચિજોને પોલીસે ગુનેગારો પાસેથી મેળવીને કે શોધીને પરત સોંપી છે. અમદાવાદ પોલીસ કમિશ્નર જીએસ મલિક પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને યોજ્યો હતો.

અમદાવાદ પોલીસે એવા લોકોને તેમના ફોન અને કિંમતી સામાનને પરત કર્યા હતા. જે સામાન તેઓની પાસેથી ચોરી થયો હોય કે, ગૂમ થયેલ હોય તેને પોલીસે શોધીને પરત કર્યા હતા. પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન હેઠળ કાર્યક્રમ યોજ્યો હતો. અમદાવાદ પોલીસ કમિશ્નર જીએસ મલિક આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: રામ મંદિરની પ્રતિષ્ઠા થતા હિંમતનગરમાં પ્રસાદ વિતરણ, 1 લાખ પરિવારોના ઘરે પહોંચાડાશે

વટવા પોલીસ મથકે યોજાયેલ આ કાર્યક્રમમાં અમદાવાદ શહેર પોલીસના ઝોન-6ની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ટીમે 7 પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાઓને લઈ સામાન પરત શોધીને સોંપ્યો હતો. 1 કરોડ 79 લાખ રુપિયાની કિંમતના મોબાઈલ અને કિંમતી ચિજો પરત મળી છે. કમિશ્નર પોલીસે મીડિયાને જણાવ્યુ હતુ કે, કુલ 30 કરોડના મુદ્દામાલને નિકાલ કર્યો છે. જેમાં દારુ જેવા મુદ્દામાલનો નાશ કર્યો હતો, જ્યારે અન્ય હરાજી કરવા લાયક વાહન સહિતના સામાનની હરાજી કરી દેવામાં આવી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો