અમદાવાદ પોલીસે મહિલા સુરક્ષના સેફ સિટી પ્રોજેક્ટ અંતર્ગત તાલીમ વર્ગનું આયોજન કર્યું

મહિલા સુરક્ષા પ્રોજેક્ટ અંતર્ગત 'SHE ટીમ' બનાવવામાં આવી છે. તે શી ટીમને તાલીમ આપવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પોલીસ વિભાગમાં વર્ષ 2019માં SHE ટીમની રચના થઈ હતી.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Dec 11, 2021 | 11:28 PM

અમદાવાદ(Ahmedabad)  પોલીસે શનિવારે મહિલા સુરક્ષા(Women Safety)  માટે “SAFE CITY PROJECT”કાર્યક્રમનું આયોજન કર્યું.. મહિલા સુરક્ષા પ્રોજેક્ટ અંતર્ગત ‘SHE ટીમ’ બનાવવામાં આવી છે. તે શી ટીમને તાલીમ આપવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પોલીસ વિભાગમાં વર્ષ 2019માં SHE ટીમની રચના થઈ હતી. આ SHE ટીમને તાલીમ આપી મજબુત બનાવવા એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું..

આ તાલીમ કાર્યક્રમમાં પોલીસ કમિશનર, રાષ્ટીય મહિલા અયોગના સભ્ય ડૉ.રાજુલ દેસાઈ સહિત ઉચ્ચ અધિકારી અને 500 મહિલા પોલીસ કર્મચારી જોડાયા હતા કાર્યક્રમના મુખ્ય અતિથિ ડૉ.રાજુલ દેસાઈએ આ કાર્યક્રમને આવકાર્યો.. સાથે જ સાયબર ક્રાઈમથી લઈને તમામ પ્રકારની ઘટનામાં લોકોને જાગૃત બની પોતાની સુરક્ષા કરવા અપીલ કરી હતી.

આ પણ વાંચો : સાવધાની : કચ્છના વર્લ્ડ હેરીટેઝ ધોળાવીરા ખાતે પ્રથમવાર મોકડ્રીલ યોજાઇ

આ પણ વાંચો :  ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીએ ધારાસભ્ય આશા પટેલના ખબર અંતર પૂછ્યા

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati