AHMEDABAD : ક્રાઈમબ્રાંચ ઓફીસમાં થયેલી કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની હત્યાના કેસમાં આજે ચુકાદો આવવાની શક્યતા

Constable Chandrakant Makwana murder case : અમદાવાદ સેશન્સ કોર્ટ (Ahmedabad City Sessions Court) ના જજ ડી.વી.શાહની કોર્ટમાં આજે આ કેસનો ચુકાદો આવે તેવી સંભાવના છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 11:21 AM

AHMEDABAD : અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch)ની ઓફીસમાં વર્ષ 2016માં ડ્રગ્સના આરોપી દ્વારા કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની હત્યા કરવામાં આવી હતી. આ કેસ (Constable Chandrakant Makwana murder case)માં 5 વર્ષ બાદ આજે 22 જુલાઈના રોજ ચુકાદો આવે તેવી સંભાવના છે. આજે ચુકાદો આવવાની શક્યતાને પગલે તેમજ અગાઉ આ હત્યાકેસના મુખ્ય આરોપી મનીષ બાલાઈ ઉપર ટપલી દાવ કરવામાં આવ્યો હોવાથી પોલીસ બંદોબસ્ત ગોઠવવમ આવ્યો છે. અમદાવાદ સેશન્સ કોર્ટ (Ahmedabad City Sessions Court) ના જજ ડી.વી.શાહની કોર્ટમાં આજે આ કેસનો ચુકાદો આવે તેવી સંભાવના છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">