Ahmedabad : ગણેશોત્સવની ઉજવણીને લઇને પોલીસ કમિશનરનું જાહેરનામું, નિયમોમાં રહી ઉજવો તહેવાર

અમદાવાદ સાર્વજનિક ગણેશ મહોત્સવના આયોજન કરતી 300થી 400 જેટલી સંસ્થાઓને સાદગીથી અને સરકારી નિયમોની અમલવારી સાથે ગણેશોત્સવ ઉજવવા અપીલ કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2021 | 9:41 AM

સાર્વજનિક ગણેશોત્સવ માટે એકતરફ સરકારે મંજૂરી આપી છે, પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. પણ બીજીતરફ કેટલાક સ્થાનિક પોલીસ સ્ટેશનો તરફથી આયોજકોને મંજૂરી જ આપવામાં નથી આવતી. સરકારે સાર્વજનિક ગણેશોત્સવમાં 4 ફૂટની પ્રતિમા મૂકીને ઉજવણી કરવાની છૂટ આપી છે.

પરંતુ સ્થાનિક પોલીસે મંજૂરી આપવાનું શરૂ ન કરતાં કચવાટ ફેલાયો છે. અમદાવાદ સાર્વજનિક શ્રીગણેશ મહોત્સવ એસોસિએશને આ અંગે પોલીસ કમિશનર કચેરીમાં રજૂઆત કરી છે. અરજી પ્રમાણે, પોલીસ સ્ટેશન તરફથી અરજીઓ સ્વિકારવાનું શરૂ કરાયું છે પણ મંજૂરી આપવામાં આવતી નથી. શહેરના કેટલાક પોલીસ સ્ટેશનમાં સાર્વજનિક ગણેશોત્સવ ન યોજવાની બાંહેધરી લખાવવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી છે.

અમદાવાદ સાર્વજનિક ગણેશ મહોત્સવના આયોજન કરતી 300થી 400 જેટલી સંસ્થાઓને સાદગીથી અને સરકારી નિયમોની અમલવારી સાથે ગણેશોત્સવ ઉજવવા અપીલ કરવામાં આવી છે. નાની જગ્યામાં નાની મૂર્તિની સ્થાપના કરી ત્યાં જ વિસર્જન કરવા માટે સમજ આપવામાં આવી છે.

સાર્વજનિક કુંડમાં વિસર્જન કરવાથી મોટી સંખ્યામાં લોકો એકત્ર ન થાય, સરઘસ ન યોજાય અને ડીજે ન નીકળે તે માટે એસોસિએશન પ્રયત્નશીલ છે. સરઘસ યોજવાના ન હોવાથી પોલીસ મંજૂરીની જરૂર નથી. આરતી પૂરતાં જ લાઉડ સ્પિકર ચાલુ કરવા અને પંડાલ નાનામાં નાના રાખવા એસોસિએશનો દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Banaskantha : ભાદરવી પૂનમે અંબાજી મંદિર ખુલ્લું રહેશે, મહામેળાને લઇને હજુ અનિશ્ચિતતા

આ પણ વાંચો : સુશાંત અને ઋષિ કપૂરને યાદ કરીને ભાવુક થઈ ગઈ પરિણીતી ચોપરા, વિડીયો શેર કરીને કહી આ વાત

Follow Us:
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">