અમદાવાદમાં દિવાળી પૂર્વે ફટાકડા બજારમાં ઘરાકી ખૂલી, વેપારીઓ ખુશખુશાલ

વેપારીઓનું માનીએ તો ચાલુ વર્ષે ફટાકડાની કિંમતમાં 20 થી 25 ટકાનો વધારો નોંધાયો છે.દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે અમદાવાદ શહેરના બજારોમાં લોકો ખરીદી કરતા જોવા મળ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 6:19 PM

અમદાવાદમાં(Ahmedabad)દિવાળી(Diwali)પર્વ પર ફટાકડાની( Fire Crackers)ખરીદીમાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે ફટાકડાના વેપારીઓ આશા રાખી રહ્યા છે કે ગત વર્ષ કરતા આ વર્ષે તેમને સારો ફાયદો થશે. ગત વર્ષ કરતા 30 ટકા જેવી ઘરાકી વધી છે.તો રાજ્યમાં ફટાકડા ફોડવાનો નિયમ રાત્રે 8થી 10 વાગ્યા સુધીજ હોવાથી પણ ઘણા લોકો ધ્યાન રાખીને ખરીદી કરી રહ્યા છે.

કોરોનાની દહેશત વચ્ચે પ્રકાશના પર્વની ઉજવણી થશે.જોકે આ દિવાળીમાં નાગરિકોને કોરોના કરતા મોંઘવારી વધુ નડે તો નવાઇ નહીં. સતત વધી રહેલા પેટ્રોલ-ડિઝલના ભાવો અને માઝા મુકતી મોંઘવારીના કારણે ફટાકડાની કિંમતમાં ધરખમ વધારો નોંધાયો છે.વેપારીઓનું માનીએ તો ચાલુ વર્ષે ફટાકડાની કિંમતમાં 20 થી 25 ટકાનો વધારો નોંધાયો છે.

દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે..ત્યારે અમદાવાદ શહેરના બજારોમાં લોકો ખરીદી કરતા જોવા મળ્યા..જો ફટાકડાની વાત કરવામાં આવે તો છેલ્લા બે વર્ષથી કોઈપણ ધાર્મિક સામાજિક કાર્યક્રમો નથી થયા..અને દિવાળીના તહેવારમાં વેપારીઓ સારા ધંધા ની આશા રાખીને બેઠા છે..

અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે શહેરીજનોને તહેવારની શુભકામનાઓ પાઠવી છે.. શહેર પોલીસ કમિશનરે શહેરીજનોને દિવાળી દરમિયાન કોરોનાના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે.. સાથે જ દિવાળી દરમિયાન ફટાકડાં નહીં ફોડી પ્રદુષણ નહીં ફેલાવવા અપીલ કરી છે.. તો બહારગામ જનારા લોકોએ સાવચેતી રાખવા સૂચના આપી છે.. પોલીસ કમિશનરે શહેરીજનોને વિશ્વાસ અપાવ્યો છે કે અન્ય તહેવારોની જેમ આ વર્ષે પણ પોલીસ વિભાગ શહેરીજનોની સેવામાં અવિરત સેવા આપશે.

જ્યારે દિવાળીના તહેવારોમાં ફક્ત બે કલાક જ ફટાકડા ફોડી શકાશે. દિવાળી અને નવા વર્ષના તહેવારમાં ફટાકડા ફોડવાને લઈ ગૃહ વિભાગે જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ રાત્રે 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. જ્યારે કે નવા વર્ષે રાત્રે 11.55થી સવારે 12.30 કલાક સુધી ફટાકડા ફોડવાની છૂટ મળી છે..

જો કે જાહેર સ્થળોએ કોઈ પણ વ્યક્તિ ફટાકડા ફોડી શકશે નહીં. ફટાકડાના વેચાણ માટે વેપારી પાસે હંગામી લાયસન્સ ફરજિયાત હોવું જોઈએ તો ઈ-કોમર્સ વેબસાઈટ અને ઑનલાઈન ફટાકડા વેચવા પર પ્રતિબંધ રહેશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">