Ahmedabad : રાજ્યમાં 5 હજારથી વધુ બોગસ પાનકાર્ડ ઝડપાયા, ટેક્સ ચોરી માટે થાય છે ઉપયોગ
Ahmedabad: રાજ્યમાં 5 હજારથી વધુ બોગસ પાનકાર્ડ ઝડપાયા છે. અલગ અલગ નંબરોના પાનકાર્ડનો ટેક્સમાંથી બચવા ઉપયોગ કરાય છે. જૂદાજૂદા નંબરના પાન કાર્ડનો ઉપયોગ કરીને ઈનકમટેક્સ નીલ બતાવીને ચોરી કરવામાં આવે છે.
ગુજરાતમાં પાંચ હજારથી વધારે બોગસ પાનકાર્ડ ઝડપાયા. એક જ નામે કે પછી ભળતા નામે સંખ્યાબંધ પાનકાર્ડ કઢાવીને ટેક્સની મોટાપાયે ચોરી કરાતી હોવાનું કૌભાંડ ઉજાગર થયું છે. આવકવેરા વિભાગે માર્ચ 2023 સુધીમાં આધારકાર્ડ સાથે પાનકાર્ડ નંબર લિંક કરવાનું ફરજિયાત કર્યું છે. આધારકાર્ડ અને પાનકાર્ડના નંબરો લિંક થતા સમગ્ર ગેરરીતિનો ખુલાસો થયો છે. અમદાવાદના આંબાવાડી અને વેજલપુર સ્થિત પ્રત્યક્ષ કર ભવનમાં રોજ અનેક અરજીઓ પાનકાર્ડ કેન્સલ કરાવવા માટે આવી રહી છે. પાંચ લાખ સુધીની આવક પર આમ તો કોઈ ટેક્સ નથી. પરંતુ જે લોકોની આવક 10 લાખથી વધુની છે. તેઓ જુદા-જુદા પાન નંબરનો ઉપયોગ કરીને ઈન્કમટેક્સ નીલ બતાવીને ચોરી કરે છે.
બોગસ પાનકાર્ડ, બોગસ વીસા, બોગસ પાસપોર્ટનો પણ પર્દાફાશ
આ દરમિયાન અમદાવાદમાં કબૂતરબાજીના રેકેટમાં ડુપ્લીકેટ વીસા અને પાસપોર્ટ પકડાયા છે. સ્ટેટ મોનિટરિંગ સેલેએ કબૂતરબાજીના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અમેરિકા જવાની ઘેલછા ધરાવતા લોકોને ગેરકાયદે અમેરિકા પહોંચાડવા અલર અલગ એજન્ટો સક્રિય થયા છે. આ એજન્ટો ગેરકાયદે રીતે લોકોને અમેરિકા પહોચાડે છે. હાલમાં જ એક વર્ષ પહેલાં ડિંગુચા અને થોડા દિવસ પહેલા કલોલનો એક પરિવાર ગેરકાયદેસર અમેરિકા જવામાં મોતને ભેટ્યો હતો. ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા આવા જ એક કબૂતરબાજીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ મનપસંદ જિમખાના કેસમાં ફરાર આરોપી ભરત ઉર્ફે બોબી પટેલને એસ એમ સી દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો.
જેની ઓફિસની તપાસમાં પોલીસને 79 જેટલા પાસપોર્ટ અને વિઝાના દસ્તાવેજ મળી આવ્યા હતા જે જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે પાસપોર્ટ અને વિઝાના દસ્તાવેજ ખરાઈ કરતા ચોકાવનારી હકીકતો સામે આવી હતી. 79 પાસપોર્ટ માંથી 5 જેટલા પાસપોર્ટ નંબર અને નામ મેચ થતાં ન હતા અને જેમના 4 પાસપોર્ટ બોગસ હોવાનું સામે આવ્યું હતું અને વિઝાના ડોક્યુમેન્ટ પણ બનાવતી હોવાનું સામે આવતા પોલીસે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી હતી.