મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા અયોધ્યામાં શ્રી રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ શોભાયાત્રાનું આયોજન

| Updated on: Jan 20, 2024 | 9:26 PM

અયોધ્યામાં શ્રી રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન આયોજિત હર્ષોલ્લાસની શોભાયાત્રા યોજાઇ. મોટી સંખ્યામાં ભક્તજનો આ શોભાયાત્રામાં જોડાય હતા. 

અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ શ્રી રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન આયોજિત મણિનગર વિસ્તારમાં હર્ષોલ્લાસ શોભાયાત્રા રાખવામાં આવી હતી. તેમાં સ્વામિનારાયણ ભગવાન પધરાવીને એક સુવર્ણ રથ રાખવામાં આવ્યો હતો તથા વેશભૂષાવાળા બાળકો માટે મોટા વાહન ઉપર શ્રી રામચંદ્રજી ભગવાનના ત્રણ બાજુ મૂર્તિ પધરાવીને તૈયાર કરવામાં આવ્યું હતું.

આ સાથે રામ ભજન અને ધૂન પણ વગાડવામાં આવી હતી. આમાં સ્વામિનારાયણ ગાદી પરિવારના 850 ઉપરાંત બાળકો જોડાયા હતા. મણિનગર સ્વામિનારાયણ મંદિરના મહંત સદગુરુ ભગવત્પ્રિયદાસજી સ્વામી, સદગુરુ શાસ્ત્રી સર્વેશ્વરદાસજી સ્વામી વગેરે સંતો અને હરિભક્તોએ આ શોભાયાત્રાને વિદાય આપવા માટે ઉપસ્થિત રહીને લીલી જંડી આપી હતી. આવી રીતે અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.