AHMEDABAD :બાપુનગરમાં 12.92 લાખની લૂંટ, સ્ક્રેપના કારખાનામાં કામ કરતો વ્યક્તિ લૂંટાયો

ભોગ બનનાર શખ્સે ટુ વ્હીલર પાર્ક કરતા સમયે પૈસા ભરેલી થેલી વાહન પર મૂકી હતી. આ દરમિયાન બાઇક પર આવેલા બે લોકો પૈસા ભરેલી થેલીની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

AHMEDABAD : શહેરમાં છેલ્લા બે દિવસથી ક્રાઈમની ઘટનાઓ વધી છે. બે દિવસ પહેલા વૈષ્ણવદેવી સર્કલ પાસે જૈન દેરાસરમાં ચોરી થઇ. ગઈકાલે 7 ઓગષ્ટે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર અમરાઈવાડી અંગત અદાવતમાં એક પુરુષની હત્યા થઇ અને આ સાથે જ બાપુનગરમાં લાખો રૂપિયાની લૂંટ થયાના સમાચાર સામે આવ્યાં છે. અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં સ્કેપના કારખાનામાં કામ કરતો વ્યક્તિ લૂંટાયો છે. ભોગ બનનાર શખ્સે ટુ વ્હીલર પાર્ક કરતા સમયે પૈસા ભરેલી થેલી વાહન પર મૂકી હતી. આ દરમિયાન બાઇક પર આવેલા બે લોકો પૈસા ભરેલી થેલીની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. આ થેલીમાં 12.92 લાખ રૂપિયાની રકમ હતી.લૂંટની આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ છે.

આ પણ વાંચો : કથાકાર મોરારીબાપુએ ઓલમ્પિક ખેલાડીઓ માટે રુ.57 લાખ આપવાની કરી જાહેરાત

આ પણ વાંચો : GIR SOMNATH : રાજ્યના મત્સ્યોદ્યોગ વિભાગના આ નિર્ણયથી માછીમારોમાં ભારે વિરોધ

Click on your DTH Provider to Add TV9 Gujarati