Ahmedabad : જન્માષ્ટમી-ગણેશોત્સવને મંજૂરી મળતાં ખેલૈયાઓમાં થનગનાટ, નવરાત્રિની મંજૂરી મળશે તેવી આશાએ પ્રેક્ટિસ આરંભી

જન્માષ્ટમી અને ગણેશોત્સવની મંજૂરી મળતાં ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. નવરાત્રિની મંજૂરી મળશે તેવી આશાએ ખેલૈયાઓએ પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2021 | 10:51 AM

Ahmedabad : જન્માષ્ટમી અને ગણેશોત્સવની મંજૂરી મળતાં ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. નવરાત્રિની મંજૂરી મળશે તેવી આશાએ ખેલૈયાઓએ પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. માર્ચ 2020થી કોરોના શરૂ થતાં તહેવારો પર ગ્રહણ લાગી ગયું હતું. આ મહામારી દરમિયાન જન્માષ્ટમી સહિત ગુજરાતની સૌથી વધુ લોકપ્રિય નવરાત્રિ પણ યોજાઈ શકી નહોતી. સરકારે કોરોનાને કારણે ગરબા પર ગત વર્ષે પ્રતિબંધ મૂક્યો હતો.

હવે આ વર્ષે કેસ ઓછા થતાં સરકાર દ્વારા જન્માષ્ટમી અને ગણેશોત્સવ માટે પરવાનગી આપવામાં આવી. જેથી હવે ગરબાના ખેલૈયાઓને નવરાત્રિને લઈને આશા જાગી છે અને તેમણે ગરબાની પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. અમદાવાદમાં ગરબા ક્લાસીસમાં ગરબા શીખવા અને પ્રેક્ટિસ કરવા માટે પણ વેઈટિંગ છે.

નવરાત્રિને મંજૂરી મળવાની આશાએ ખેલૈયાઓએ પ્રેક્ટિસ આરંભી

અમદાવાદ શહેરના બાપુનગર,નિકોલ, શાહીબાગ, બોડકદેવ, રાણીપ સહિતના અનેક વિસ્તારોમાં ગરબા ક્લાસ શરૂ થયા છે. નવરાત્રિની પરવાનગીની આશા સાથે અનેક ખેલૈયાઓએ ગરબા માટે પ્રેક્ટિસ શરૂ કરી છે. તો કેટલાકે ગરબા શીખવા માટે ક્લાસીસમાં નામ નોંધાવ્યું છે.

શહેરમાં નિકોલ, બાપુનગર અને શાહીબાગમાં સહિયર ગ્રૂપના 800 જેટલા સભ્યો છે. 28 વર્ષથી ગરબા રમતા ગ્રૂપના સંચાલક અને સભ્યોએ પણ ઉત્સાહપૂર્વક આ વર્ષે તૈયારી શરૂ કરી છે. અલગ અલગ 60 સ્ટેપ પર ગરબા શીખવા અને પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું છે. ખેલૈયા અને ગરબા ગ્રૂપના સંચાલકોનું કહેવું છે કે તેઓ સરકારના નિયમોના પાલન સાથે ગરબા રમશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">