અમદાવાદના ધોલેરા પંથકમાં હેબતપુરમાં જળબંબાકારની સ્થિતિ, શાળામાં પણ પાણી ભરાયા

અમદાવાદના ધોલેરા તાલુકામાં ભારે વરસાદથી હેબતપુર ગામની પ્રાથમિક શાળામાં ઢીંચણસમા પાણી ભરાઈ ગયા હતા. જયારે શાળાના ઓરડા અને સંપૂર્ણ પરિસર પાણીમાં ડૂબી ગયું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2021 | 12:01 PM

અમદાવાદના(Ahmedabad)  ધોલેરા(Dholera) તાલુકામાં ભારે વરસાદથી હેબતપુર(Hebatpur)  ગામમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે . જેમાં હેબતપુર ગામની પ્રાથમિક શાળામાં ઢીંચણસમા પાણી ભરાઈ ગયા હતા. જયારે શાળાના ઓરડા અને સંપૂર્ણ પરિસર પાણીમાં ડૂબી ગયું હતું. આ શાળામાં ભણવા કેવી રીતે જવું તે મોટો સવાલ છે..

દર ચોમાસે વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાલાકી ભોગવે છે. પરંતુ વર્ષોથી શાળામાં પાણી ભરાવવાની સમસ્યાનો કોઈ ઉકેલ આવતો જ નથી. સતત વરસાદી પાણી ભરાયેલા રહેતા રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત છે.

ગુજરાતમાં(Gujarat)ગુલાબ વાવાઝોડાની(Cyclone)અસર હેઠળ મોટાભાગના વિસ્તારોમાં વરસાદી(Rain)માહોલ સર્જાયો છે. અરબ મહાસાગરમાં સર્જાયેલું શાહિન વાવાઝોડુ વધુ તીવ્ર બનશે. વાવાઝોડાના કારણે ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારમાં પવન અને વરસાદની તીવ્રતા વધશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 80થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એક ઓક્ટોબરે પવનની ઝડપ 150 કિલોમીટર સુધીની થઈ શકે છે વાવાઝોડાની અસરતળે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદની વકી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ભરૂચ અને આણંદમાં મેઘરાજા ધોધમાર વરસે તેવી શક્યતા છે. રાજ્યના વિવિધ જિલ્લામાં NDRFની 17 ટીમ તૈનાત કરવામાં આવી છે. રાજ્યના તમામ જિલ્લા વહીવટી તંત્રને સ્ટેન્ડબાય રહેવા આદેશ કરાયો છે.

આ પણ વાંચો: Tv9 Exclusive: જૂનાગઢના વિલિંગ્ડન ડેમના પાણીમાં તણાતા યુવાનને મહિલાઓએ દુપટ્ટાની મદદથી બચાવ્યો

આ પણ વાંચો: જુનાગઢનો વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયો, નરસિંહ મહેતા તળાવ પણ છલકાયું

Follow Us:
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">