Ahmedabad: સતત બીજા દિવસે મેઘરાજાએ કરી બેટિંગ, પાલડીમાં સૌથી વધુ 1 ઈંચ વરસાદ

વરસાદનું પ્રમાણ વધારે હોવાને કારણે પાણી ભરાતા શહેરમાં પાલડી (Paldi) અને અંજલી વિસ્તારને જોડતો રસ્તો બંધ થઈ ગયો હતો. નોંધનીય છે કે શહેરમાં વરસેલા વરસાદમાં  પાલડી વિસ્તારમાં સૌથી વધુ  1 ઇંચ વરસાદ નોંધાયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2022 | 8:08 PM

અમદાવાદમાં  (Ahmedabad) સતત બીજા દિવસે ઉકળાટ અને બફારા બાદ વરસાદે (Rain) તોફાની બેટિંગ કરી હતી અને વિવિધ વિસ્તારમાં પડેલા વરસાદને કારણે થોડી જ વારમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદનું પ્રમાણ વધારે હોવાને કારણે પાણી ભરાતા શહેરમાં પાલડી (Paldi) અને અંજલી વિસ્તારને જોડતો રસ્તો બંધ થઈ ગયો હતો. નોંધનીય છે કે શહેરમાં વરસેલા વરસાદમાં  પાલડી વિસ્તારમાં સૌથી વધુ  1 ઇંચ વરસાદ નોંધાયો હતો.

નોંધનીય છે કે રાજ્યમાં 24 કલાકમાં રાજ્યના 102 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં સતત બીજા દિવસે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થયુ છે. જેમાં શહેરના  આશ્રમ રોડ, પાલડી, ઘાટલોડિયા, ઈસનપુર, વેજલપુર, જીવરાજ પાર્ક, શ્યામલ અને સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. પશ્ચિમ બંગાળમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનથી ગુજરાતમાં ચોમાસાના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થયો છે. હવામાન વિભાગના  (IMD) જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજુ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

શહેરમાં સતત ત્રણ દિવસથી અસહ્ય ગરમી અને બફારો થઈ રહ્યો હતો.  આજે પણ સવારથી ભારે બફારાના અનુભવ બાદ  વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી  હતી.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">