Ahmedabad : હત્યારો ‘પ્રેમી’ પોલીસ સકંજામાં ! સરખેજમાં પ્રેમિકાની હત્યા કરનારો યુવક ઝડપાયો, જુઓ Video

Ahmedabad : હત્યારો ‘પ્રેમી’ પોલીસ સકંજામાં ! સરખેજમાં પ્રેમિકાની હત્યા કરનારો યુવક ઝડપાયો, જુઓ Video

| Edited By: | Updated on: Oct 20, 2025 | 5:59 PM

અમદાવાદના સરખેજ વિસ્તારમાં પ્રેમિકાની હત્યા કરનાર પ્રેમી ઝડપાઈ ગયો છે. પ્રેમ લગ્ન માટે ઘણીવાર ઝઘડો થતા પ્રેમીએ ઉશ્કેરાઈને સગીર પ્રેમિકાની છરીના ઘા ઝીંકીને હત્યા કરી હતી.

અમદાવાદના સરખેજ વિસ્તારમાં પ્રેમિકાની હત્યા કરવાના કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, સગીર પ્રેમિકા વારંવાર આરોપીને લગ્ન માટે દબાણ કરતી હતી પરંતુ પ્રેમીએ લગ્ન કરવાનો ઈન્કાર કર્યો હતો.

હવે આ મુદ્દે બંને વચ્ચે પ્રેમ લગ્ન માટે ઘણીવાર ઝઘડો થતો હતો, જેના કારણે પ્રેમીએ ઉશ્કેરાઈને સગીર પ્રેમિકાની છરીના ઘા ઝીંકીને હત્યા કરી હતી. મુખ્ય આરોપી અજય ઠાકોરે તેના મિત્ર સાથે મળીને સગીરાની હત્યા કરી હતી અને મૃતદેહ કેનાલમાં ફેંકી દીધો હતો.

હત્યા કર્યા બાદ આરોપી પોતે મુંબઈ ફરાર થઈ ગયો હતો. જો કે, પોલીસે અગાઉ તેના મિત્રની ધરપકડ કરી હતી. મુખ્ય આરોપી અજય ઠાકોર પાસે મુંબઈમાં રૂપિયા ખૂટી જતા, તે અમદાવાદ પરત આવ્યો અને એટલામાં જ પોલીસે આરોપીને દબોચીને તેની ધરપકડ કરી લીધી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો