અમદાવાદ  : CM ભૂપેન્દ્ર પટેલે શીલજમાં નિહાળી પ્રાણ પ્રતિષ્ઠા, જુઓ વીડિયો

અમદાવાદ : CM ભૂપેન્દ્ર પટેલે શીલજમાં નિહાળી પ્રાણ પ્રતિષ્ઠા, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jan 22, 2024 | 12:43 PM

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના શીલજમાં આજે પ્રાણ પ્રતિષ્ઠામાં આ કાર્યક્રમને નિહાળી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ શીલજ ગામમાં સ્થાનિકો સાથે LED પર રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને નિહાળી.

અયોધ્યામાં આજે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. જેના પગલે મોટાભાગે દેશભરમાં દિવાળીના પર્વ કરતા પણ વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના શીલજમાં આજે પ્રાણ પ્રતિષ્ઠામાં આ કાર્યક્રમને નિહાળી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ શીલજ ગામમાં સ્થાનિકો સાથે LED પર રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને નિહાળી.

રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ સંપન્ન

નરેન્દ્ર મોદીજી પરિસરમાં પોંહચતાની સાથે જ શંખ વગાડીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ધાર્મિક વિધિ વિધાન વચ્ચે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ કરવામાં આવી હતી.અયોધ્યામાં રામ રાજ વચ્ચે દેશમાં પહેલેથી જ ફરી દિવાળીનો માહોલ જોવા મળ્યો હતો. ઠેર ઠેર ભક્તો દ્વારા શોભાયાત્રા, પૂજન, ધ્વજારોહણના કાર્યક્રમો વચ્ચે દેશમાં એક અલગ જ માહોલ જોવા મળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ 11 દિવસથી વિધિ માટે અનુષ્ઠાનમાં જોતરાયેલા હતા. આજે નિમંત્રિત મહેમાનો વચ્ચે આરંભાયેલી પૂજન વિધિમાં ખાસ મુહૂર્તનું ધ્યાન રાખવામાં આવ્યું હતું.