Ahmedabad : GSRTC બસ ડ્રાઇવરની ભરતીમાં કૌભાંડ ? ઉમેદવારોને પાસ થયા બાદ બે વર્ષે રીટેસ્ટ આપવાનું દબાણ

GSRTC બસ ડ્રાઇવરની ભરતી માટે ઉમેદવારઓને પરીક્ષાનું પરિણામ પાસ થયા બાદ રીટેસ્ટ આપવા દબાણ કરાયું હોવાનો આક્ષેપ થયો છે. વર્ષ 2019માં ભરતી કર્યા પછી 287 બસ ડ્રાઇવર પાસ થયાનું રિઝલ્ટ આપવામાં આવ્યુ હતું.

Ahmedabad : GSRTC બસ ડ્રાઇવરની ભરતી માટે ઉમેદવારઓને પરીક્ષાનું પરિણામ પાસ થયા બાદ રીટેસ્ટ આપવા દબાણ કરાયું હોવાનો આક્ષેપ થયો છે. વર્ષ 2019માં ભરતી કર્યા પછી 287 બસ ડ્રાઇવર પાસ થયાનું રિઝલ્ટ આપવામાં આવ્યુ હતું. હવે બે વર્ષ બાદ ટેક્નિકલ ખામી હોવાનું કારણ દર્શાવી GSRTCએ રી-ટેસ્ટ આપવા આ ઉમેદવારોને બોલાવ્યા છે જેનો ઉમેદવારોએ વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે GSRTC કૌભાંડ કરવા ફરીથી ટેસ્ટ આપવાનું કહી રહ્યાં છે. આ મામલે ન્યાય નહીં મળે હાઇકોર્ટમાં જઇ સ્ટેટ લાવવાની ચિમકી પણ તેમણે ઉચ્ચારી છે.

 

Click on your DTH Provider to Add TV9 Gujarati