AHMEDABAD : ફાયર સેફટી વગરની 212 સ્કૂલોને બંધ કરવાની નોટીસ અપાતા ખળભળાટ, ફાયર વિભાગે 7 દિવસનું અલ્ટીમેટમ આપ્યું

ફાયર વિભાગે અગાઉ આ સ્કૂલોને ખ-10 હેઠળ નોટિસ આપી હતી. તેમ છતાં પણ તેમના દ્વારા ફાયર NOC મેળવવામાં ન આવતાં આખરે ફાયરબ્રિગેડે તેમના બિલ્ડિંગનો વપરાશ બંધ કરવા માટે આખરી હુકમ આપ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 6:50 PM

ફાયર વિભાગે શાળાઓને ક્લોઝર નોટીસ આપી 7 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે.

AHMEDABAD : શહેરમાં શાળાઓની બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીને લઈ ફાયર વિભાગ એક્શનમાં આવી ગયું છે. શહેરની હદમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ન ધરાવતી 212 સ્કૂલોને ફાયર બ્રિગેડે બંધ કરવા માટે નોટિસ આપી છે. ફાયર વિભાગે અગાઉ આ સ્કૂલોને ખ-10 હેઠળ નોટિસ આપી હતી. તેમ છતાં પણ તેમના દ્વારા ફાયર NOC મેળવવામાં ન આવતાં આખરે ફાયરબ્રિગેડે તેમના બિલ્ડિંગનો વપરાશ બંધ કરવા માટે આખરી હુકમ આપ્યો છે. મહત્વનું છે કે શહેરમાં BU પરમિશન અને ફાયર એનઓસી ન ધરાવતાં અનેક એકમો સામે હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તંત્ર દ્વારા તવાઇ લાવવામાં આવી છે.

આ પહેલા ગત જુલાઈ મહિનામાં ફાયર NOC વિનાના નોટિસ આપેલ એકમોમાંથી કેટલાક એકમોને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી હતી.સાથે અમદાવાદની 95 હોસ્પિટલોને ક્લોઝર નોટિસ આપવામાં આવી હતી, જેમાં નોટિસ આપ્યાના 7 દિવસમાં હોસ્પિટલ દવારા દર્દીને અન્ય સ્થળે ખસેડી બિલ્ડીંગ વપરાશ બંધ કરવા જણાવવામાં આવ્યું હતું.

અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગે એક યાદી તૈયાર કરી છે જેમાં શહેરમાં વિવિધ શાળાઓ, હોસ્પિટલો, કોમર્શિયલ બિલ્ડિંગ, હાઇરાઈઝ કોમર્શિયલ કમ રેસિડેન્ટ બિલ્ડીંગ, હાઇરાઈઝ રેસિડેન્સીયલ ઇમારતનો સમાવેશ થાય છે.ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા 6 હજાર એકમોનું લિસ્ટ તૈયાર કર્યું હતું.

આ પણ વાંચો : CCTV કામ ન લાગ્યા, પણ એક ટીશર્ટને આધારે પોલીસે લૂંટના આરોપીને પકડી સળિયા પાછળ ધકેલ્યા

આ પણ વાંચો : નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા ભાજપના 11 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">