Ahmedabad : કોર્પોરેશને ફાયર સેફટી ના ધરાવતી 37 શાળાઓને નોટિસ ફટકારી, બિલ્ડિંગ વપરાશ બંધ કરવા હુકમ

અમદાવાદમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ન ધરાવતી 37 સ્કૂલોને ફાયર બ્રિગેડે બંધ કરવા માટે નોટિસ આપી છે. ફાયર વિભાગે અગાઉ આ સ્કૂલોને ખ-10 હેઠળ નોટિસ આપી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2021 | 10:39 AM

અમદાવાદ(Ahmedabad)માં શાળાઓની બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીને(Fire Safety)લઈ ફાયર વિભાગ એક્શનમાં આવી ગયું છે. શહેરની હદમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ન ધરાવતી 37 સ્કૂલોને(School)ફાયર બ્રિગેડે બંધ કરવા માટે નોટિસ આપી છે. ફાયર વિભાગે અગાઉ આ સ્કૂલોને ખ-10 હેઠળ નોટિસ આપી હતી.

તેમ છતાં પણ તેમના દ્વારા ફાયર એનઓસી મેળવવામાં ન આવતાં આખરે ફાયરબ્રિગેડે તેમના બિલ્ડિંગનો વપરાશ બંધ કરવા માટે આખરી હુકમ આપ્યો છે.મહત્વનું છે કે શહેરમાં બીયુ પરમિશન અને ફાયર એનઓસી ન ધરાવતાં અનેક એકમો સામે હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તંત્ર દ્વારા તવાઇ લાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશને આ પૂર્વે પણ બીયુ પરમિશન વગરની હોસ્પિટલો પર મનપાએ તવાઇ બોલાવી છે.ફાયર સેફ્ટી તેમજ બીયુ પરમિશન ન હોય તેવી 42 હોસ્પિટલોની માન્યતા રદ કરવામાં આવી છે અને સાત દિવસમાં જ હોસ્પિટલ ખાલી કરવા મનપાએ આદેશ આપ્યો હતો. સાત દિવસમાં દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરી હોસ્પિટલ ખાલી કરવાની રહેશે અને કોર્પોરેશનને આ અંગે જાણ કરવાની રહેશે. મહત્વનું છે કે, આ હોસ્પિટલોને અપાયેલું ફોર્મ-C રદ કરવામાં આવ્યું છે.

આ અગાઉ અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા 161 એકમોને પત્ર લખીને ફાયર NOC કરવા જાણ કરી હતી. ફાયર NOC રિન્યૂ કરવાની તારીખ નજીક આવતા આ એકમોને જાણ કરાઇ હતી. જો આ એકમો NOC રિન્યૂ કરવાનું ભૂલી જાય તો તેના વપરાશકર્તા કે કબ્જેદારને હાલાકી પડતી હોય છે. જેથી કોઇ હાલાકી ન પડે તે માટે અગાઉથી ફાયર વિભાગ દ્વારા જાણ કરાઇ હતી.

આ પણ વાંચો : Rajkot : ઉપલેટામાં મોજ નદીના પૂરે તબાહી સર્જી, ખેડૂતોની સર્વે કરી સહાય આપવાની માંગ

આ પણ વાંચો :Surat માં પીએમ મોદીના જન્મ દિવસની અનોખી ઉજવણી, રાત્રીથી જ રેલ્વે સ્ટેશન રસીકરણ શરૂ કરાયું

Follow Us:
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">