અમદાવાદના(Ahmedabad) પીરાણા રોડ પર આવેલા કોટન( Cotton) ગોડાઉનમાં આગ(Fire) લાગવાની ઘટના સામે આવી છે. જેમાં રાકેશ ફેબ્રિક્સ નામના ગોડાઉનમાં આગ લાગી હતી. જો કે આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. તેમજ ફાયર બ્રિગેડની 9 જેટલી ગાડીઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. જો કે રૂના ગોડાઉનમાં આગ લાગતા આગની ઝપેટો વધી છે. જેના પગલે હાલ ફાયર બ્રિગેડ દ્વારા કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જો કે ફાયર બ્રિગેડ દ્વારા હાલ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે.
આ પણ વાંચો : અમદાવાદના મણિનગર રેલ્વે ક્રોસિંગથી લોકો પરેશાન, બ્રિજ બનાવવા સ્થાનિકોની માંગ
આ પણ વાંચો : અમદાવાદમાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ, છેલ્લા 24 કલાકમાં મુંબઈ કરતાં પણ વધારે કેસો