Ahmedabad : યુફોરિયા ટ્રેડ ફેરના નામે બે દિવસીય એક્ઝિબિશનનો પ્રારંભ, મહિલાઓએ વિવિધ પ્રોડક્ટ રજુ કરી

આજથી યુફોરિયા ટ્રેડ ફેરના નામે બે દિવસીય એક્ઝિબિશનનો પ્રારંભ થયો છે. જીતો મહિલા વિંગ દ્વારા આ એક્ઝિબિશન સિન્ધુભવન રોડ પર ગ્વાલિયા SBR ખાતે યોજવામાં આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2021 | 6:38 PM

Ahmedabad : કોરોનાના કેસ ઘટતા હવે વેપાર-ધંધા ધમધમવા લાગ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં એક્ઝિબિશનની પણ શરૂઆત થઈ ગઈ છે. આજથી યુફોરિયા ટ્રેડ ફેરના નામે બે દિવસીય એક્ઝિબિશનનો પ્રારંભ થયો છે. જીતો મહિલા વિંગ દ્વારા આ એક્ઝિબિશન સિન્ધુભવન રોડ પર ગ્વાલિયા SBR ખાતે યોજવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં 34 જેટલા સ્ટોલ છે. આ એક્ઝિબિશન થકી જીતો સાથે જોડાયેલી મહિલાઓ અને સમાજની અન્ય મહિલાઓ પોતાનો બિઝનેસ વધારી શકે. મહિલા સશક્તિકરણ અને તેમના શોખ તેમજ ઉત્સાહથી બિઝનેસ વધારવાનો પ્રયાસ કરાયો છે. આ એક્ઝિબિશનમાં પોતે બનાવેલી વિવિધ પ્રોડક્ટ સાથે મહિલાઓ જોડાઈ હતી. બીજી તરફ એક્ઝિબિશનમાં મુલાકાતીઓ પણ આવી રહ્યા છે. સંસ્થાનું માનવું છે કે આ પ્રકારના એક્ઝિબિશનથી રોજગારી ઉભી થશે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">