અમદાવાદ : લાલ દરવાજા આસપાસ દિવાળીની ખરીદીની ધૂમ, લોકોમાં કેમ નથી કોરોનાનો ડર ?

કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ સેવાઇ રહી છે. પરંતુ, લોકોમાં જાણે કે કોરોનાનો ડર જ ન રહ્યો હોય તેવો માહોલ સર્જાઇ રહ્યો છે. લોકો તહેવારોમાં ડર વગર જ બહાર નીકળી રહ્યાં છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2021 | 5:59 PM

અમદાવાદમાં દિવાળીની ખરીદીનો માહોલ જામ્યો છે. ભદ્ર પાથરણા બજારમાં દોઢથી બે લાખ લોકો ખરીદી માટે ઉમટ્યા છે. દિવાળીનો તહેવાર નજીક આવતા ઘરાકીમાં વધારો થવાની શક્યતા છે. ભદ્ર પાથરણા બજારમાં બે હજારથી વધુ પાથરણાવાળા બેસે છે. સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી લાખો લોકો ખરીદી કરવા ઉમટી રહ્યાં છે.

અહીં નોંધનીય છેકે કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ સેવાઇ રહી છે. પરંતુ, લોકોમાં જાણે કે કોરોનાનો ડર જ ન રહ્યો હોય તેવો માહોલ સર્જાઇ રહ્યો છે. લોકો તહેવારોમાં ડર વગર જ બહાર નીકળી રહ્યાં છે. જેના કારણે કોરોનાની ત્રીજી લહેર ત્રાટકે તેવી પણ શકયતાઓ સેવાઇ રહી છે. મોટાભાગે લોકો માસ્ક પણ પહેરતા જોવા મળી રહ્યાં નથી. ત્યારે લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે. કારણ કે તહેવારોના ઉન્માદમાં તમે તમારી સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યાં છો તે ન ભૂલો.

નોંધનીય છેકે નવરાત્રીના તહેવારમાં પણ લોકો મનમુકીને ફરવા નીકળ્યા હતા. અને, તેમાં પણ મોટાભાગની સોસાયટી અને એપોર્ટમેન્ટમાં ગરબા નિમિતે લોકો ભીડમાં એકઠા થયા હતા. જેના કારણે પણ કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ વધી છે. અને, જેમજેમ દિવાળી નજીક આવી રહી છે તેમતેમ લોકો બજારમાં ભીડ કરી રહ્યાં છે.

 

આ પણ વાંચો : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી પ્રક્રિયામાં લોલમલોલ, ભરતી પ્રક્રિયાના તમામ દસ્તાવેજો એકત્રિત કરાયા, રિપોર્ટ સરકારને સોંપાશે

આ પણ વાંચો : VADODARA : ક્યારે કોર્પોરેશન આપશે પાણી ? વાઘોડિયાના સ્થાનિકોનો ઉગ્ર વિરોધ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">