Ahmedabad: સાબરમતીમાં જુગારધામમાં પકડાયેલા બે પોલીસ કર્મીને ડીજીપીએ સસ્પેન્ડ કર્યા

Ahmedabad: સાબરમતીમાં ડી કેબિન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલએ દરોડા કરી જુગારધામનો પર્દાફાશ કર્યો. જેમા 4 પોલીસ કર્મચારીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. ડીજીપીએ તાત્કાલિક કાર્યવાહી કરતા PI આર.એસ.ઠાકર અને PSI વી.એ.પરમારને સસ્પેન્ડ કર્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2022 | 11:39 PM

અમદાવાદ (Ahmedabad) માં સાબરમતીમાં ડી કેબિન નજીક બાબુ દાઢીના જુગારધામમાં સ્ટેટ મોનિટરિંગ સેલએ શુક્રવારે દરોડા કર્યા હતા. જેમા PSI સહિત 4 પોલીસ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. ડીજીપી (DGP) એ આ અંગે કાર્યવાહી કરતા જુગાર રમતા બે પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. જેમા PI આર.એસ.ઠાકર અને PSI વી.એ.પરમારને સસ્પેન્ડ (Suspend) કરવામાં આવ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલની રેડમાં 4 પોલીસકર્મચારીઓ જુગાર રમતા ઝડપાતા સાબરમતી પોલીસની કામગીરી પર પણ અનેક સવાલ ઉઠ્યા છે.

અમદાવાદ શહેરમાં એક જ સપ્તાહમાં સ્ટેટ મોનિટરિંગ સેલએ વધુ એક જુગારધામનો પર્દાફાશ કર્યો છે. જેમા ડી કેબિન વિસ્તારમાં રેલવે ક્વાર્ટર્સમાં કુખ્યાત બાબુ દાઢીના જુગારધામમાં દરોડા કરવામાં આવ્યા હતા. જેમા PSI સહિત 4 પોલીસ કર્મચારીઓ સાથે કુલ 12 જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે. આ પોલીસ કર્મચારીઓ જુગારધામને સુરક્ષા આપી રહ્યા હોય તેમ સુરક્ષા કવચ બનીને અડ્ડાની બહાર પહેરો આપી રહ્યા હતા. જોકે સ્ટેટ મોંનટરિંગ સેલની ટીમે રેડ કરતા જુગારધામની બહાર બેઠેલા બે પોલીસ કર્મી ભાગી ગયા હોવાની વાત ચર્ચાઈ રહી છે પરંતુ બે પોલીસકર્મી જુગાર રમી રહ્યા હતા અને બે પોલીસકર્મી બહાર ધ્યાન રાખી બેઠા હતા. આમ કુલ ચાર પોલીસકર્મીઓ સહિત 12 જુગારીઓ ધરપકડ કરવામાં આવી છે. જુગારધામમાં 1.80 લાખ રોકડ, એક ગાડી અને ટુ વ્હીલર સહિતનો લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને રેડમાં સ્ટેટ મોંનટરિંગ સેલના એસ.પી નિર્લિપ્ત રાય પણ હાજર હતા.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">