અમદાવાદની સાબરમતી નદીમાં ફેલાઈ ગંદકી, શુદ્ધિકરણના દાવા પોકળ

સાબરમતી નદીમાં ગંદકી અને જંગલી વેલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સુભાષબ્રિજથી લઈ જમાલપુર સુધી નદીમાં વેલની લીલી ચાદર પથરાઈ ગઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2021 | 10:25 PM

સાબરમતી નદી(Sabarmati River)  અમદાવાદની(Ahmedabad)  ઓળખ છે. પરંતુ અમદાવાદની ઓળખમાં ગંદકીનું(Filth) સમ્રાજ્ય વધી રહ્યું છે.. સાબરમતી નદીના શુદ્ધિકરણ માટે એએમસીએ (AMC) કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે.પરંતુ નદી શુદ્ધ થવાને બદલે વધુ પ્રદુષિત(Pollution)  થઈ રહી છે.. નદીમાં ગંદકી અને જંગલી વેલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સુભાષબ્રિજથી લઈ જમાલપુર સુધી નદીમાં વેલની લીલી ચાદર પથરાઈ ગઈ છે.

એએમસીએ સાબરમતી નદીમાં પથરાયેલી જંગલી વેલ અને લીલને સાફ કરવાની કામગીરી શરૂ કરી છે.. અગાઉ સુભાષબ્રિજથી શાહીબાગ ડફનાળા સુધી જ જંગલી વેલ હતી પરંતુ નદીમાં પાણી છોડવામાં આવતા જળકુંભી છેક જમાલપુર બ્રિજ સુધી પથરાઈ ગઈ છે.. વેલને કારણે નદીનું પાણી દુર્ગંધ મારે છે.

અમદાવાદ શહેરની સાબરમતી નદીના ફેલાયેલી ગંદકી માટે કોર્પોરેશન તંત્ર જવાબદાર હોવાનું સામે આવ્યું છે. જેમાં છેલ્લા કેટલાય સમયની નદીમાં પાણી ભરવામાં આવ્યું છે. પરંતુ નદી કિનારે વિકસિત કરવામાં આવેલી સુવિધા અને રાઇડ્સ બંધ હાલતમાં છે. જેમાં પીએમ મોદીના હસ્તે ઓકટોબર 2019માં શરૂ કરવામાં આવેલી સાબરમતી કેવડિયા સી-પ્લેન સેવા પણ કોરોનાની બીજી લહેરની શરૂઆત થી જ બંધ હાલતમાં છે.

આ ઉપરાંત મહાનગર પાલિકા નદીના પાણી ભરવામાં આવ્યું છે. પરંતુ તેના સાફ સફાઇ પર ધ્યાન આપવામાં આવ્યું નથી. જેના લીધે નદીના પાણી પર લીલી વેલ ઊગી નીકળી છે તેમજ ઠેર ઠેર ગંદકી પણ જોવા મળી રહી છે.

આ પણ વાંચો :  ગુજરાતમાં કમોસમી વરસાદે સુરેન્દ્રનગરના અગરિયાઓની હાલત કફોડી બનાવી

આ પણ વાંચો : કચ્છમાં નર્મદાની પાઇપ લાઈનમાં ભંગાણ પડતાં પાણીના ફુવારા ઉડયા, જુઓ વિડીયો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">