AHMEDABAD : શહેરની DPS EAST સ્કુલ ફરી વિવાદમાં, ગુજરાત બોર્ડની માન્યતા વગર શિક્ષણકાર્ય શરૂ

અમદાવાદ જિલ્લા વાલી મંડળે શિક્ષણ વિભાગને ફરિયાદ કરી છે કે માન્યતા ન હોવા છતાં DPS EASTમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે. સ્કૂલના જુના વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવી વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવવામાં આવતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2021 | 6:21 AM

AHMEDABAD : અમદાવાદ શહેરના હીરાપુરમાં આવેલી DELHI PULBIC SCHOOL – EAST વધુ એક વિવાદમાં આવી છે. ગુજરાત શિક્ષણ બોર્ડ(GSEB) એ DPS EAST સ્કુલને માન્યતા આપી નથી. ગુજરાત શિક્ષણબોર્ડની માન્યતા ન હોવા છતાં DPS EASTમાં ગુજરાતી માધ્યમનું શિક્ષણકાર્ય શરૂ હોવાનું સામે આવ્યું છે. આ અંગે અમદાવાદ જિલ્લા વાલી મંડળે શિક્ષણ વિભાગને ફરિયાદ કરી છે કે માન્યતા ન હોવા છતાં DPS EASTમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે. સ્કૂલના જુના વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવી વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવવામાં આવતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. આ અગાઉ પણ દિલ્હી પબ્લિક સ્કુલ અનેક વિવાદોમાં રહી છે, ત્યારે વધુ એક વિવાદ સામે આવતા હવે શિક્ષણ વિભાગ આકરા પગલા લે તે જરૂરી બની ગયું છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">