Ahmedabad : નાઈઝીરીયન ગેંગ સાથે મળીને કરોડોની સાયબર ઠગાઈ કરનાર આરોપી સકંજામાં, જુઓ Video

Ahmedabad : નાઈઝીરીયન ગેંગ સાથે મળીને કરોડોની સાયબર ઠગાઈ કરનાર આરોપી સકંજામાં, જુઓ Video

| Edited By: | Updated on: Oct 11, 2025 | 2:14 PM

અમદાવાદ સાયબર ક્રાઈમ સેલે નાઈઝીરીયન ગેંગ સાથે મળીને સાઇબર ફ્રોડ કરનાર 5 શખ્સોને ઝડપી લીધા છે. આ લોકો કમિશનની લાલચમાં આવીને પોતાનાં બેંક એકાઉન્ટ ભાડે આપતા હતા.

અમદાવાદ સાયબર ક્રાઈમ સેલે નાઈઝીરીયન ગેંગ સાથે મળીને સાઇબર ફ્રોડ કરનાર 5 શખ્સોને ઝડપી લીધા છે. આ લોકો કમિશનની લાલચમાં આવીને પોતાનાં બેંક એકાઉન્ટ ભાડે આપતા હતા. નાઈઝીરીયન ગેંગ આ એકાઉન્ટનો ઉપયોગ ઓનલાઈન ઠગાઈથી મળેલા કરોડો રૂપિયા ટ્રાન્સફર કરવા માટે કરતા હતા.

આ કેસમાં આરોપીઓએ એક યુવાનને આયાત-નિકાસના લાલચમાં ફસાવી 32 લાખથી વધુની રકમ પડાવી હતી. આ કેસમાં અન્ય આરોપીઓની શોધખોળ થઇ રહી છે. કારણ કે, કૌભાંડનું કનેક્શન તમિલનાડુ, તેલંગાણા અને ચંદીગઢ સુધી પહોંચ્યું છે.

ખાતા નાઇઝીરીયન ગેંગને ભાડે આપતા

આ કેસમાં ધરપકડ થયેલા દિપ ગોસ્વામી, અસગર પઠાણ સહિત 5 લોકો પર આરોપ છે. કે તેઓ તેમના બેંક એકાઉન્ટ નાઈઝીરીયન ગેંગને આપી દેતા અને કમિશનના રૂપમાં રૂપિયા મેળવતા હતા. દિપ ગોસ્વામી આરોપી ગેંગ માટે એક પ્રકારનો બ્રોકર બની ગયો હતો. જે અલગ અલગ લોકોના નામે ખાતાં ખોલાવતો હતો. અત્યાર સુધીમાં આ ગેંગના એકાઉન્ટમાં લગભગ 2 કરોડ રૂપિયા જમા થયાની માહિતી સામે આવી છે. જેને લઇ પોલીસે આગળની તપાસ શરૂ કરી છે અને વધુ શંકાસ્પદ સંપર્કો શોધી રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો