DRI અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝડપેલ 250 કરોડના ડ્રગ્સ કેસ, વધુ એક મોટી સફળતા મળી
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને DRI એ સંયુુક્ત રીતે મળીને દરોડો પાડતા મોટી સફળતા મેળવી હતી. પ્રવાહી મેફેડ્રોનનો જથ્થો ઝડપી લઈને મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરની ફેક્ટરીના માલિક અને વેરહાઉસના મેનેજરની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલામાં હજુ પણ ક્રાઈમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે અને વધુ 107 કરોડ રુપિયાનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. આ મામલામાં હજુ પણ તપાસ ચાલી રહી છે.
અમદાવાદ પોલીસે મોટી સફળતા મેળવી છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રમાં DRI સાથે મળીને સંયુક્ત દરોડો પાડ્યો હતો. જેમાં નાર્કોટીક્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. 250 કરોડની કિંમતનો આ જથ્થો જપ્ત કર્યો હતો. આ મામલે એપેક્ષ મેડિકેમ પ્રાઈવેટ લીમિટેડના માલિક અને વેરહાઉસના મેનેજરની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ સાબરમતી નદીના પટમાંથી 16 કરોડની કિંમતની 5 લાખ મેટ્રિક ટન રેતીની ચોરી, પ્રાંતિજ પોલીસે શરુ કરી તપાસ
હવે આ જ કેસમાં વધુ એક સફળતા ક્રાઈમ બ્રાન્ચને હાથ લાગી છે. જેમાં મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરની ફેક્ટરીમાંથી વધુ 107 લીટર પ્રવાહી મેફેડ્રોનનો જથ્થો ઝડપાયો છે. આ પકડાયેલા મુદ્દામાલની બજાર કિંમત 160 કરોડની હોવાનુ સામે આવ્યુ છે. ક્રાઈમ બ્રાન્ચના ડીસીપીએ મીડિયાને બતાવ્યુ હતુ કે, આ મુદ્દામાલ અલગ અલગ રાજ્યમાં મોકલવામાં આવી રહ્યો હતો.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Oct 30, 2023 05:33 PM
