અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 2 ડ્રગ્સ પેડલરની કરી ધરપકડ, 60 લાખના ડ્રગ્સ કેસમાં સકંજામાં
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે ડ્રગ્સ પેડલની ધરપકડ કરવામાં આવી છે. 60 લાખના ડ્રગ્સના કેસમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે આરોપીઓને અલગ અલગ સ્થળોએથી ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ પણ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આમ ડ્રગ્સને લઈ અમદાવાદ પોલીસ આરોપીઓ પર ગાળીયો કસવા લાગી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ડ્રગ્સના મામલામાં કાર્યવાહી હાથ ધરી છે. બે આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા અલગ અલગ સ્થળેથી ઝડપી લેવામાં આવ્યા છે. 60 લાખના ડ્રગ્સના મામલામાં આ બંને આરોપીઓને ઝડપી લઈને કાર્યવાહી શરુ કરી છે.
આ પણ વાંચોઃ PM નરેન્દ્ર મોદી લક્ષદ્વીપ પહોંચ્યા, સુંદર ટાપુને નવા વર્ષે અનેક સુવિધાઓની ભેટ આપી
અગાઉ 594 ગ્રામ અને 800 મીલીગ્રામ ડ્રગ્સ ઝડપાયુ હતુ. ડ્રગ્સના વિશાળ જથ્થાને લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે. આરોપી શાહિદ કુરેશી નામના પેડલરને જુહાપુરામાંથી ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે શાકીબ શેખની દરીયાપુરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ 20 ઓક્ટોબરે જાકીર હુસેન શેખની ધરપકડ કરવામાં આવી હતી.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 02, 2024 08:16 PM
Latest Videos
